- સુરક્ષા દળોને મળી મોટી સફળતા
- સુરક્ષા દળો અને આંતકી વચ્ચે અથડામણ
- એન્કાઉન્ટરમાં ૩ આતંકી ઢેર
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. શોપિયામાં થયેલ અથડામણમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. મીડિયા રીપોર્ટ મુજબ, શોપિયાના મનિહાલમાં અથડામણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. કાશ્મીર ઝોનની પોલીસે જણાવ્યું કે, માર્યા ગયેલા આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હતા. હાલમાં વધુ બે આતંકીઓ ઘેરાયેલા હોવાની સંભાવના છે.
ગત સપ્તાહે શોપિયાના રાવલપોરામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં જૈશ કમાડર સજ્જાદ અફઘાની માર્યા ગયા હતા. અફઘાનિસ્તાન પાસેથી 36 ચીની બનાવટ સ્ટીલની ગોળીઓ મળી આવી હતી. ત્યારબાદ સુરક્ષાદળોએ પોતાના વાહનો,બંકરો અને જવાનોની બુલેટ પ્રૂફિંગ ક્ષમતાને વધુ મજબૂત કરી છે. આ સ્ટીલ બુલેટ્સમાં સામાન્ય બુલેટ-પ્રૂફ વાહનો અને જવાનોના બુલેટ-પ્રૂફ જેકેટ્સને વીંધવાની ક્ષમતા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, હવે ખાસ કરીને દક્ષિણ કાશ્મીરમાં તૈનાત કરવામાં આવતા વાહનો અને જવાનોમાં સુરક્ષાના સ્તરમાં વધારો કરવામાં આવ્યો છે. બુલેટ અને અન્ય વિસ્ફોટકો સામાન્ય રીતે એકે સીરીઝ રાઇફલ્સમાં વપરાય છે. તે ચીની તકનીકી દ્વારા સખત કરવામાં આવી રહ્યો છે. આ ગોળીઓમાં પ્રવેશવાની ક્ષમતામાં વધારો કરે છે.
હાલમાં જ જૈશ કમાન્ડર સજ્જાદ અફઘાની પાસેથી મળી આવેલા કારતુસ જેને આર્મર પિયસિંગ કહેવામાં આવે છે,તે સખત સ્ટીલ અથવા ટંગસ્ટન કાર્બાઇડથી બનેલું હોવાનું જાણવા મળ્યું છે.
-દેવાંશી