જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ- 3 આતંકીઓ ઢેર
- જમ્મુ કાશ્મીરમાં સેનાને મોટી સફળતા
- ત્રણ આતંકીઓનો કર્યો ખાતમો
શ્રનગરઃ- જમ્મુ-કાશ્મીરના સોપોરના ગુંડ બ્રાથ વિસ્તારમાં પોલીસ અને સુરક્ષાદળો વચ્ચેની એન્કાઉન્ટરમાં અત્યાર સુધી ત્રણ આતંકવાદીઓનો ખાતમો થયો છે. સુરક્ષા દળોની સંયુક્ત ટીમ આ કામગીરી ચલાવી રહી છે, જેમાં પોલીસ અને સેના સામેલહ છે. આ એન્કાઉન્ટરમાં આતંકવાદી મુદાસિર પંડિત પણ મોતને ઘાટ ઉતર્યો છે.
કાશ્મીરના આઈજીપી વિજય કુમારે આપેલી માહિતી પ્રમાણે સોપોર એન્કાઉન્ટરમાં તાજેતરમાં 3 પોલીસકર્મીઓ, 2 કાઉન્સિલરો અને 2 નાગરિકોની હત્યામાં સામેલ થયેલા લશ્કર-એ-તૈયબાના આતંકવાદી મુદસિર પંડિત આ મૂઠભેદમાં માર્યો ગયો છે.સુરક્ષા દળોએ આ વિસ્તારમાં આતંકીઓની ગતિવિધિની માહિતી પર સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. કોર્ડન સખ્ત થતા જોઈને આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કર્યું ત્યાર બાદ સુરક્ષા દળોએ આગેવાની લીધી હતી.
કરહેવામાં અઆવી રહ્યું છે કે હાલ પણ કેટલાક આતંકીઓ ઘેરાયેલા છે. જેને લઈને હાલ પણ આ અભિયાન ચાલુ છે. સુરક્ષા દળોને ગુંડ બ્રાથ ગામમાં આતંકીઓની હાજરી વિશે માહિતી મળી હતી. આ અંગે ગામના તંત્રે વિસ્તારને ઘેરી લીધા બાદ ઘરે ઘરે શોધખોળ શરૂ કરાઈ હતી.
આતંકીઓએ ફાયરિંગ શરુ કરતા સંયમ રાખીને સુરક્ષા દળોએ આતંકીઓને આત્મસમર્પણ કરવાની પણ તક આપી. આજો કે તેઓ આમ કરવા સહમત ન થતા પોલીસ દ્વારા એન્કાઉન્ટર શરુ કરવામાં આવ્યું.