Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં હવે આતંકીઓનો થશે ખાતમોઃ સેનાએ 10 આતંકીઓની યાદી બનાવી

Social Share

 

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર એવો વિસ્તાર છે જ્યાં આતંકવાદીઓની નજર હંમેશા ટકેલી હોય છે, અવાર નવાર અહીંની શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે ,જો કે સેના સતત ખડેપગે રહીને આતંકીઓના નાકાપ મનસુબાને માત આપવામાં પાછળ પડતી નથી ત્યારે હવે સેના દ્રારા છેલ્લા કેટલાક સમયથી આતંકીઓની ઓળખ કરી તેનો સફાયો કરવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

ઈન્ટેલિજન્સ ઈનપુટ્સના આધારે આતંકીઓ વિરુદ્ધ અનેક સ્તરે ઓપરેશન ચાલાવામાં આવી રહ્યું છે. આતંકવાદીઓના ગ્રાઉન્ડ નેટવર્કને નષ્ટ કરવા માટે ઘણી એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે. NIA, ED, CBI, સ્થાનિક પોલીસ ઉપરાંત અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓ ગ્રાઉન્ડ નેટવર્કને તોડી પાડવા અને નાણાકીય સ્ત્રોતો, હવાલા ફંડિંગ સામેની કામગીરીમાં સામેલ છે.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી નેટવર્કને સંપૂર્ણ રીતે નષ્ટ કરવા માટે સુરક્ષા દળોએ કમર કસી છે. કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં હાજર આતંકવાદીઓમાંથી જૈશ અને લશ્કર સહિતના અન્ય જૂથોને સંપૂર્ણપણે નાશ કરવા ઉપરાંત, સ્થાનિક ભરતીને રોકવા સુરક્ષા દળો માટે એક પડકાર છે, કારણ કે માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યાના પ્રમાણમાં નવા આતંકવાદીઓની ભરતી કરવામાં આવે છે. .

જાણકારી પ્રમાણે કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરના નવ વિસ્તારોમાં હાજર લગભગ 100 આતંકવાદીઓની ઓળખ કરી છે. રિપોર્ટ પ્રમાણે જૈશના અડધો ડઝન આતંકીઓ સિવાય હિઝબુલ મુજાહિદ્દીન, લશ્કર અને અલ બદરના આતંકીઓ છે.

ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં સૌથી વધુ આતંકવાદીઓ પુલવામામાં હોય છે. પુલવામામાં બે ડઝનથી વધુ આતંકવાદીઓની હાજરી હોવાની શંકાઓ સેવાઈ રહી છે. ત્યાર બાદ શોપિયાંનો નંબર આવે છે. એ જ રીતે કુલગામ, શ્રીનગર, અનંતનાગ અને બારામુલ્લામાં પણ આતંકવાદીઓની હાજરીની માહિતી એજન્સીઓ પાસે છે.

સેના, અર્ધલશ્કરી દળો અને જમ્મુ-કાશ્મીર પોલીસ સતત આતંકવાદીઓને ખતમ કરી રહી છે. તાજેતરમાં જ જૈશ અને લશ્કર સિવાય હિઝબુલના ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હતા. આતંકવાદીઓની ભરતી રોકવા માટે અલગ-અલગ ટીમો અભિયાન ચલાવી રહી છે.આ ઓપરેશનને લઈને હવે આતંકવાદીઓના નેટવર્કને મોટો ફટકો આપવાની તૈયારીઓ હાથ ધરાઈ છે.