Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરઃ સાંબા સેક્ટરમાં ઘુસખોરીનો પ્રયાસ કરનાર પાકિસ્તાની ઘુસણખોર ઠાર મારાયો

Social Share

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા દળોએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના સાંબા સેક્ટરમાં સુરક્ષા દળોએ ઘુસણખોરીને નિષ્ફળ બનાવીને એક પાકિસ્તાની ઘુસણખોરને ઠાર માર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આવેલા સાંબા સેક્ટરમાં બીએસએફના જવાનોએ પાકિસ્તાની ઘુસણખોરને ઠાર માર્યો હતો. આ ઘટના સાંબા જિલ્લાના રીગલ વિસ્તારમાં સીમા ચોકી પાસે ઘટના બની હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર ઘુસણખોર સરહદ ઉપરથી તાર ક્રોસ કરીને ભારતીય સીમામાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે સુરક્ષા જવાનોએ તેને ઠાર માર્યો હતો. ઘુસણખોરની ઓળખ મેળવા માટે સુરક્ષા દળોએ કવાયત શરૂ કરી છે. સરહદ ઉપર ઘુસણખોરીને ડામવા માટે સુરક્ષા દળો દ્વારા સઘન નજર રાખવામાં આવી રહી છે.