Site icon Revoi.in

જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ભારતનું અભિન્ન અંગ છે અને હંમેશા રહેશે, યુએનમાં ભારતે પાકિસ્તાનને આડે હાથ લીધુ

Social Share

દિલ્હીઃ- જમ્મુ કાશ્મીર પર સતત પાકિસ્તાનની નજર રહેલી છે જ્યારે પણ યુએનમાં પાકિસ્તાનની વાત થાય ત્યારે ભારત તેને નક્કર જલવાબ આપીને પોકિસ્તાનની બોલતી બંધ કરે છે ત્યારે ફરી એક વખત સંયુક્ત રાષઅટ્રની બેઠકમાં પાકિસ્તાનની બોલતી બંધ કરવામાં આવી હતી.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનના કાઉન્સેલર પ્રતીક માથુરે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશો ભારતનો અભિન્ન અને અવિભાજ્ય અંગ હતા, છે અને રહેશે. કોઈપણ દેશની ખોટી માહિતી, રેટરિક અને પ્રચાર આ હકીકતને નકારી શકે નહીં.

વીટો પર ભારતની સ્થિતિ સતત અને સ્પષ્ટ રહી છે. માથુરે ભારપૂર્વક જણાવ્યું  કે વીટો ઠરાવ સર્વસંમતિથી અપનાવવામાં આવ્યો હતો કે એક જૂથ અથવા પાસાને સંબોધિત કરી શકાતું નથી પરંતુ કમનસીબે UNSC સુધારણા માટે પક્ષપાતી અભિગમને પ્રતિબિંબિત કરે છે જે સમસ્યાના મૂળ કારણને અવગણે છે અન્ય એક પાસાને પ્રકાશિત કરવામાં આવ્યો છે.

આ સહીત  યુએનમાં ભારતીય કોન્સ્યુલ પ્રતીક માથુરે પણ આગ્રહ કર્યો હતો કે કાં તો તમામ રાષ્ટ્રો સાથે મતદાનના અધિકારોની દ્રષ્ટિએ સમાન વ્યવહાર થવો જોઈએ અથવા નવા કાયમી સભ્યોને પણ વીટો આપવો જોઈએ.

સાથે જ કહ્યું કે  UNGAએ 2008માં સર્વસંમતિથી સંમતિ આપી હતી કે UNSC સુધારાના તમામ પાંચ પાસાઓ, જેમાં વીટોના ​​પ્રશ્ન પર વ્યાપક રીતે નિર્ણય લેવાનો અને કોઈ એક જૂથને અલગથી સંબોધિત ન કરવાનો સમાવેશ થાય છે, તે મુખ્ય છે.

આ સહીત ભારતે એમ પણ કહ્યું કે વીટોનો ઉપયોગ કરવાનો વિશેષાધિકાર માત્ર 5 સભ્ય દેશોને જ આપવામાં આવ્યો છે… આ રાજ્યોની સાર્વભૌમ સમાનતાની વિભાવનાની વિરુદ્ધ જાય છે અને માત્ર બીજા વિશ્વયુદ્ધની માનસિકતાને કાયમી બનાવે છે.યુએનમાં ભારતીય કાઉન્સેલર પ્રતિક માથુરે પણ જોરથી કહ્યું કે કાં તો તમામ રાષ્ટ્રો સાથે મતદાનના અધિકારની બાબતમાં સમાન વ્યવહાર થવો જોઈએ .