Site icon Revoi.in

જમ્મુ- કાશ્મીર: ડોડા જિલ્લાના ગંડોહમાં સેનાએ ત્રણ આતંકવાદીને ઠાર માર્યાં

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ- કાશ્મીરના ડોડા જિલ્લાના ગંડોહમાં સૈન્યએ ત્રણ આતંકવાદીને ઠાર કર્યા હતા. એક અધિકારીના જણાવ્યા મુજબ ગંડોહ ગામમાં આતંકવાદી હોવાની ગુપ્ત માહિતીને આધારે સેના, સીઆરપીએફ તેમજ સ્થાનિક પોલીસે ઘેરાબંદી કરીને સઘન તપાસ અભિયાન હાથ ધર્યું હતું.

આતંકવાદીઓ પાસેથી બહોળા પ્રમાણમાં હથિયાર અને દારૂ ગોળો પણ જપ્ત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ડોડો જિલ્લામાં 11 અને 12 જૂનના રોજ આતંકવાદી હુમલો થયો હતો. ત્યારે ડોડો, રિયાસી, સહિતના સ્થાનો ઉપર વિદેશી આતંકવાદીઓને શોધવા રણનીતિ તૈયાર કરવામાં આવી છે.

11 જૂને ડોડામાં આતંકીઓએ આર્મી-પોલીસ ચોકી પર હુમલો કર્યો હતો, જેમાં 6 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. આ પછી આતંકવાદીઓએ 12 જાન્યુઆરીના રોજ ગંડોહના કોટા ટોપમાં એક પોલીસકર્મીને ઘાયલ કર્યો હતો. આ પછી, સુરક્ષા દળોએ તેમની આતંકવાદ વિરોધી કામગીરીને વધુ તીવ્ર બનાવી અને જિલ્લામાં ઘૂસણખોરી કરનારા અને સક્રિય રહેલા ચાર પાકિસ્તાની આતંકવાદીઓ પર દરેકને 5 લાખ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી.