Site icon Revoi.in

ભારતીય સેનાની સરાહનીય કામગીરી, 24 કલાક ચાલીને પહાડની ટોચ પર રહેતા પરિવારને પહોંચાડ્યુ ખાવાનું

Social Share

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ભારતીય સેનાના જવાનોએ 24 કલાક પહાડ પર ચાલીને પહાડની ટોચ પર રહેતા પરિવારને ખાવાનું પહોંચાડ્યુ છે. પહાડની ટોચ જમીનથી 11 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલી છે અને તે પરિવાર 11 હજાર ફૂટની ઉંચાઈ પર ખાધા-પીધા વગર રહેતો હતો.

જો કે બરફવર્ષાના કારણે જમ્મુ અને કાશ્મીરમાં કેટલાક વિસ્તારોમાં રોડ અને તે બંધ થઈ જાય છે જેના કારણે કેટલાક વિસ્તારોમાં જરૂરી સામાન સામગ્રી પહોંચી શકતી નથી. આ વાતને રક્ષા વિભાગના પ્રવક્તા દ્વારા કહેવામાં આવી છે.

પ્રવક્તાએ જણાવ્યું કે બશીર અહમદ તેની પત્ની, ત્રણ બાળકો અને પશુઓ સાથે કઠુઆથી મારવાહ ઘાટીમાં નવાપંછીના રસ્તે જઇ રહ્યો હતો. આ સમુદાય બરફવર્ષાના કારણે ખોરાક અને પ્રાણીઓ માટે ઘાસચારોની અછતને લીધે વર્ષમાં બે વાર લીલો ઘાસચારો શોધે છે.

પ્રવક્તાએ જણાવ્યું કે, “અહમદે ઉપસંભાગમાં સેનાની ગુજ્જર બકરવાલ ચૌકીને ફોન કરીને મદદ માગી હતી જે બાદમાં બચાવ ટીમ તરત જ ચિનગામ ચોકીથી રવાના થઈ ગઈ,” પ્રવક્તાએ કહ્યું. ” ખરાબ વાતાવરણના કારણે 24 કલાકની ચડાઈ કર્યા બાદ સેના પહોંચીં અને પરિવારને શોધી કાઢ્યો અને તેમને ખોરાક, દવાઓ અને આવશ્યક સામગ્રી આપી.