- એલઓસી પર તણાવ
- 3 સપ્તાહોમાં 10 પાકિસ્તાની કમાન્ડો ઠાર
- આતંકીઓની ઘૂસણખોરીની કોશિશોનો આકરો જવાબ
જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370 હટાવાયા બાદથી ભારતીય અને પાકિસ્તાની સેનાઓ વચ્ચે સીમા પર તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ સમયગાળા દરમિયાન ગત ત્રણ સપ્તાહોમાં ભારતીય સેનાએ એલઓસી પર જવાબી કાર્યવાહીમાં 10થી વધારે પાકિસ્તાની સેનાના કમાન્ડોને ઠાર માર્યા છે.
સુરક્ષાદળોના સૂત્રોએ કહ્યુ છે કે પાકિસ્તાની સેના ભારતીય ક્ષેત્રોમાં ઘૂસણખોરીની કોશિશ કરી રહી છે. સાથે જ પાકિસ્તાન તરફથી સતત યુદ્ધવિરામનો ભંગ પણ થઈ રહ્યો છે. જેથી પાકિસ્તાન ભારતીય ક્ષેત્રમાં આતંકવાદીઓની ઘૂસણખોરીને અંજામ આપી શકે છે.
તેવામાં ગત ત્રણ સપ્તાહોમાં જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના 10 એસએસજી કમાન્ડોને ઠાર માર્યા છે.