- જમ્મુ-કાશ્મીરમાં ભાજપના નેતા અનિલ પરિહારની હત્યાનો મામલો
- કિશ્તવાડથી ત્રણ આતંકવાદીઓની કરાઈ ધરપકડ
- હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓએ કરી હતી હત્યા
જમ્મુ-કાશ્મીરમાં ભાજપના નેતા અનિલ પરિહાર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા ચંદ્રકાંત શર્માની હત્યાનો ખુલાસો થયો છે.
જમ્મુ રેન્જના આઈજી મુકેશસિંહે સોમવારે કહ્યુ છે કે અનિલ પરિહારની હત્યાના ષડયંત્રની પાછળ ઓસામા અને નિસાર અહમદ શેખનો હાથ છે. પરિહારની હત્યા હિઝ્બુલ મુજાહિદ્દીને કરી હતી. કિશ્તવાડથી ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે.
આઈજી મુકેશસિંહે કહ્યુ છે કે કિશ્તવાડમાં ઘણી આતંકવાદી ઘટનાઓ થઈ છે. આતંકવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખવી અથવા મદદ કરનારા કોઈપણ વ્યક્તિની સામે કડકાઈથી નિપટવામાં આવશે. પરિહાર ભાઈઓની હત્યા કિશ્તવાડ ક્ષેત્રમાં આતંકવાદીને ફરીથી જીવતો કરવાનું ષડયંત્ર હતું.