ભૂસ્ખલનને કારણે જમ્મુ-કાશ્મીરનો ઐતિહાસિક મુઘલ માર્ગ બંધ,અવરજવર પર પ્રતિબંધ
- ઐતિહાસિક મુઘલ માર્ગ બંધ
- ભૂસ્ખલનને કારણે બંધ થયો માર્ગ
- અવરજવર પર પ્રતિબંધ
શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં ઐતિહાસિક મુગલ રોડ પર મંગળવારે મોટા ભૂસ્ખલનને પગલે વાહનોની અવરજવર અટકાવી દેવામાં આવી હતી.
અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. જમ્મુ ક્ષેત્રના પુંછ અને રાજૌરી જિલ્લાઓને દક્ષિણ કાશ્મીરના શોપિયા સાથે જોડતો આ માર્ગ જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગનો વૈકલ્પિક માર્ગ છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, પોશાના વિસ્તારમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલનને કારણે મુગલ રોડ પરનો માર્ગ અવરોધિત થઈ ગયો હતો,જેના કારણે વાહનોની અવરજવરને ફરજ પડી હતી.તેમણે કહ્યું કે રોડ પરથી કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
તેમણે કહ્યું કે પ્રવાસીઓને કોઈપણ મુસાફરીનું આયોજન કરતા પહેલા જમ્મુ અને શ્રીનગરના ટ્રાફિક એકમો પાસેથી મુગલ રોડની સ્થિતિ જાણવા વિનંતી કરવામાં આવે છે.અધિકારીએ જણાવ્યું હતું કે,ટ્રાફિક ઠપ્પ થવાને કારણે આ માર્ગ પર મોટી સંખ્યામાં વાહનો ફસાયા હતા.