જમ્મુઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આતંકવાદી ઘૂસણખોરી સંબંધિત કેસમાં જમ્મુ-કાશ્મીરના રિયાસી, ડોડા, ઉધમપુર, રામબન અને કિશ્તવાડમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યાં હોવાનું જાણવા મળે છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા 8 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યાનું જાણવા મળે છે.
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પાકિસ્તાની આતંકવાદીઓની ભારતમાં ઘૂસણખોરી સંબંધિત તાજેતરમાં નોંધાયેલા કેસના સંદર્ભમાં જમ્મુના આઠ સ્થળોએ દરોડા પાડ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું કે, પોલીસ અને અર્ધલશ્કરી દળ CRPFની મદદ સાથે NIAના અધિકારીઓએ રિયાસી, ડોડા, ઉધમપુર, રામબન અને કિશ્તવાડ જિલ્લામાં પરિસરની તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે, આતંકવાદીઓના ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ (OGW)ના પરિસર પર દરોડા પાડવામાં આવ્યાં છે.