Site icon Revoi.in

બિહારના પૂર્ણિમાં જીલ્લામાં 16 યાત્રીઓને લઈને જમ્મુ-કાશ્મીર જતી ટ્રક પલટી મારી – 9 લોકોના ઘટના સ્થળે જ મોત

Social Share

પટનાઃ-  દેશભરના રાજમાર્ગો પર અકસ્માતની ઘટનાઓ વધતી જઈ રહી છે તેવી સ્થિતિમાં આજરોજ સોમવારે બિહારના પૂર્ણિયા જિલ્લામાં મોટો અકસ્માત સર્જાયો છે. અહીં 16 મજૂરોને જમ્મુ-કાશ્મીર લઈ જતી ટ્રક પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં નવ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. 

આ સાથે જ ટ્રકમાં સવાર અન્ય લોકો ત્યાં ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ ઘાયલોમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ ટ્રક સિલીગુડીથી જમ્મુ-કાશ્મીર જઈ રહી હતી. પૂર્ણિયાના જલાલગઢમાં આવતા ટ્રકે  કાબૂ ગુમાવ્યો હતો. ઘટના બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્ય શરૂ કર્યું હતું.

આ ઘટનાને પગલે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાસ્થળેથી મૃતદેહોને બહાર કાઢવામાં આવી રહ્યા છે અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી રહ્યા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે.

હાલ પોલીસ આકસ્માતનું કારણ જાણવાના પ્રયાસો કરી રહી છે.અધિકારીઓએ જણાવ્યું કે ટ્રક બોરિંગ સામગ્રીથી ભરેલી હતી. તેમાં લોખંડની પાઈપો હતી. ટ્રક બેકાબૂ થઈને પલટી ગઈ હતી, જેના કારણે મજૂરો આ પાઈપોની નીચે દબાઈ ગયા અને તેમનું મોત થયું.

ઘટનાને નજરે જોનારા એ જણાવ્યું કે ટ્રકની ઝડપ ખૂબ જ ઝડપી હતી. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ટ્રક ચાલક વહેલી સવારે સૂઈ ગયો હશે, જેના કારણે તેણે ટ્રક પરનું સંતુલન ગુમાવ્યું અને અકસ્માતનો શિકાર બન્યો. સ્થળના ફોટા ખૂબ જ દર્દનાક છે. જણાવવામાં આવી રહ્યું છે કે તમામ મજૂરો રાજસ્થાનના ઉદયપુરના ખૈરવાડાના રહેવાસી હતા.