Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરના સિનિયર નેતા ફારુક અબ્દુલાનો પાકિસ્તાન પ્રેમ ઉભરાયો, શું કહ્યું જાણો…

Social Share

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાના ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી થઈ છે અને પાકિસ્તાનના નેતાઓએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની પ્રશંસા કરીને તેમની જીત માટે દુઆ પણ માંગી હતી. એટલું જ નહીં રાહુલ ગાંધીની સરખામણી પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સાથે કરી હતી. હવે ઈન્ડી ગઠબંધનના સભ્ય એવી જમ્મુ-કાશ્મીરની નેશનલ કોન્ફ્રેંસના સિનિયર નેતા ફારુક અબ્દુલાનો પાકિસ્તાન તરફી પ્રેમ સામે આવ્યો છે. તેમજ કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહના પીઓકેના નિવેદન મુદ્દે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ હોવાનું કહેતા ભારતનું રાજકારણ ગરમાયું છે. તેમજ અબ્દુલાએ પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બનો ઉલ્લેખ કરીને ભારતને ડરાવવાનો પ્રયાસ કર્યાંનું ચર્ચાય રહ્યું છે.

નેશનલ કોન્ફ્રેંસના નેતા ફારુક અબ્દુલાએ કહ્યું હતું કે, પાકિસ્તાનને બંગડીઓ નથી પહેરી રાખી, અને તેમની પાસે પરમાણુ બોમ્બ છે, જે આપણી ઉપર જ પડશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, જો રક્ષા મંત્રી આવુ કહી રહ્યાં છે તો એવુ કરે, અમે તેમને રોકવાવાળા કોણ છીએ? પરંતુ યાદ રાખો કે, પાકિસ્તાને બંગડીઓ નથી પહેરી. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા મહિનાઓ પહેલા પણ કાશ્મીર મામલે ભારત અને પાકિસ્તાને ચર્ચા કરવી જોઈએ તેવો પણ અબ્દુલાએ મત વ્યક્ત કર્યો હતો. જમ્મુ-કાશ્મીરમાંથી મોદી સરકારે આર્ટીકલ 370 દૂર કર્યો હતો. જેનો અબ્દુલા સહિતના રાજકીય નેતાઓએ વિરોધ નોંધાવ્યો હતો. સંસદમાં ગૃહમંત્રી અમિત શાહે પીઓકેને ભારતનો હિસ્સો છે. બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી પીઓકેમાં સ્થાનિકો દ્વારા પાકિસ્તાન સરકારનો સતત વિરોધ કરી રહ્યાં છે.