જમ્મુ-કાશ્મીરનું ટ્યૂલિપ ગાર્ડન પ્રવાસીઓના આક્રષણનું કેન્દ્ર – માત્ર 10 દિવસમાં 1.35 લાખ લોકોએ કરી મુલાકાત,
- ટ્યૂલિપ ગાર્ડનની સુંદરતા વધી
- 10 દિવસમાં 1.35 લાખ પ્રવાસીઓએ કરી મુલાકાત
જમ્મુ કાશ્મીર સ્વર્ગ ગણાતો પ્રેદશ છે, અહી પહાડો, નદીઓ બરફ અને ઝરણાઓ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે. અહી ફૂલોના મનમોહક ગાર્ડન પણ આવેલા છે શાક કરીનેશ્રીનગરમાં આવેલું ટ્યૂલિપ ફૂલોનું એશિયા ખંડમાં સૌથી મોટું ગાર્ડન છે
વિખ્યાત એવા દાલ સરોવરના કાંઠે આવેલું ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ ગાર્ડન આ વર્ષથી પ્રવાસીઓ માટે મનમોહીલે તેવું છે,ઘણી ફિલ્મોના સોંગ પણ અહી શૂટ કરવામાં આવ્યા છે જેમાં વર્ષ 1981માં આવેલી અમિતાભ બચ્ચન, રેખા અભિનીત હિન્દી ફિલ્મ ‘સિલસિલા’નું શૂટિંગ આ જ ગાર્ડનમાં કરવામાં આવ્યું હતું.
આ ગાર્ડનમાં 64 જાતના અવનવા અને રંગબેરંગી 15 લાખ ટ્યૂલિપ ફૂલ લગાવવામાં આવ્યા છે જે મનમોહક છે. આ ગાર્ડન 30 હેક્ટર જમીન પર પ્રસરાયેલું છે અહીના ફૂલો ગાર્ડનની ખાસિયતો છે.
છેલ્લા 10 દિવસમાં 1 લાખથી વધુ લોકોએ કરી મુલાકાત
આ દિવસોમાં એશિયાનું સૌથી મોટું ટ્યૂલિપ ગાર્ડન પર્યટકોને ખૂબ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. શ્રીનગરમાં બગીચો ખુલ્યાને માત્ર 10 દિવસ થયા છે, પરંતુ આ દિવસોમાં લાખો પ્રવાસીઓ તેને જોવા માટે આવ્યા છે.આ બગીચો 20 માર્ચે ખોલવામાં આવ્યો હતો.
આ વર્ષે ડાલ લેક અને ઝબરવાન ટેકરીઓ વચ્ચે આવેલા ટ્યૂલિપ ગાર્ડનમાં 68 જાતના ટ્યૂલિપ છોડ રોપવામાં આવ્યા છે. ગાર્ડન ખુલ્યાના પહેલા જ દિવસથી મોટી સંખ્યામાં લોકો આવવા લાગ્યા હતા. અત્યાર સુધીમાં 1 લાખ 35 હજાર પ્રવાસીઓએ ફૂલોના બગીચાની મુલાકાત કરી છે.
ટ્યૂલિપ ગાર્ડનમાં પ્રથમ સાત દિવસમાં રેકોર્ડ 1 લાખ પ્રવાસીઓ આવ્યા છે. ઉદ્ઘાટનના ત્રીજા દિવસે જ 35 હજારથી વધુ પ્રવાસીઓ આવ્યા હતા. ગયા વર્ષે આ પાર્કમાં રેકોર્ડ સંખ્યામાં 3.6 લાખ પ્રવાસીઓ પહોંચ્યા હતા. સરકારને આશા છે કે આ વર્ષે અગાઉના તમામ રેકોર્ડ તૂટી જશે.
ઉલ્લેખનીય છે કે આ ગાર્ડનને ને તૈયાર કરવામાં લગભગ 6 મહિનાનો સમય લાગે છે અને બગીચો ખુલે તે પહેલા મુખ્ય આયોજન કરવામાં આવે છે. 500 જેટલા માળીઓ અને કર્મચારીઓએ દિવસ-રાત મહેનત કરીને આ બગીચો જાહેર જનતા માટે તૈયાર કર્યો છે.