અમદાવાદઃ જામનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગુમ થયેલા વૃદ્ધની જગ્યાએ પોલીસને મળેલા અજાણ્યા મૃતદેહને વૃદ્ધનો સમજીને પરિવારજનોએ અંતિમ સંસ્કાર કરી લીધા હતા. જો કે, અંતિમ સંસ્કાર બાદ વૃદ્ધ ઘરે આવતા પરિવારજનો પણ ચોંકી ઉઠ્યાં હતા. તેમજ આ ઘટના સામે આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. તેમજ મૃતકની ઓળખ મેળવવાની કવાયત શરૂ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર કાલાવડ નાકા વિસ્તારમાં રહેતા 75 વર્ષિય કેશુભાઈ મકવાણા ભેદી સંજોગોમાં ગુમ થયા હતા. જેથી પરિવારજનોએ તેમના ગુમ થવા અંગે પોલીસને જાણ કરી હતી. દરમિયાન પોલીસે એક મૃતદેહ મળ્યો હતો. જેની પરિવારજનોએ કેશુ મકવાણા તરીકે કરી હતી. જેથી પોલીસે પરિવારને મૃતદેહ સોંપી દીધો હતો. બીજી તરફ પરિવારજનઓ પોતાના સ્વજનનો મૃતદેહ સમજીને તેમના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. દરમિયાન વૃદ્ધ ઘરે પરત ફરતા પરિવારજનો પણ ચોંકી ઉઠ્યાં હતા. જેથી તેમણે આ અંગે પોલીસનો સંપર્ક કર્યો હતો. સમગ્ર ઘટના સામે આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. પોલીસની તપાસમાં પરિવારજનોએ તેના અંતિમ સંસ્કાર કરી નાખ્યાં હતા તેઓ દયાળજી રાઠોડ નામ હોવાનું સામે આવ્યું હતું.
કાલાવાડ નાકા પાસે રહેતા દયાળજી રાઠોડ પણ બે દિવસ પહેલા ગુમ થયાં હતા. તેમના પરિવારજનોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. રાઠોડ પરિવારને જાણ કે દયાળજીની અંતિમ વિધી કરી નાખવામાં આવી હોવાનું જાણતા ચોંકી ઉઠ્યાં હતા. પરિવારજનોએ સ્મશાનમાં રાખેલી દયાળજીના અસ્થીઓ ઘરે લાવીને જરૂરી વિધી કરી હતી.