- જામનગરમાં બે લોકોની થઈ અટકાયત
- 100 કરોડ રૂપિયાની માંગી હતી ખંડણી
- પોલીસે ગણતરીના સમયમાં ઝડપ્યા
જામનગર શહેરમાં એરપોર્ટ સિક્યુરિટી દ્વારા બે લોકોની અટકાય કરવામાં આવી, વાત એવી છે કે જામનગર શહેરના ભાગોળે આવેલા એરપોર્ટ પર બે પેસેન્જરોને અપહરણકર્તાઓએ અપહરણ કરી બંધક બનાવ્યા હોવાની પોલીસને ફોન આવતા તાત્કાલિક પોલીસે એરપોર્ટ વિસ્તારને કોર્ડન કરી લીધું હતું. જામનગર એરપોર્ટ પર 2 પેસેન્જરોને અપહરણ કર્તાઓએ અપહરણ કરી બંધક બનાવી 100 કરોડની ખંડણી માંગતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.
ઉલ્લેખનીય છે કે જામનગર પોલીસની એલસીબી, એસઓજી, બીડીડીએસ, યુઆરટી સહિતની ટીમો એરપોર્ટ ખાતે પહોચી ગઇ અને તાત્કાલિક ઓપરેશન હાથ ધરી બન્ને પેસેન્જરોને અપહરણકર્તાઓના ચંગુલમાંથી મુકત કરાવ્યા હતાં. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બન્ને આંતકવાદીઓને પકડી પાડયા હતાં. અંતે આ મોકડ્રીલ જાહેર થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
પોલીસની વિવિધ ટીમો દ્વારા આ કામગીરીમાં સંકલન કેવી રીતે થાય તે જાણવાનો પ્રયાસ થયો છે. જે માટે મોકડ્રીલ યોજવામાં આવે છે.