અમદાવાદઃ જામનગર ખાતે જિલ્લા તથા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત ‘કેન્દ્રીય બજેટ – 2024’ વિષય પરના સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં “નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલ મોદી સરકાર 3.0 ના પ્રથમ બજેટને હૃદયપૂર્વક સ્વાગત કરતા ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મીડિયા કન્વીનર તેમજ પૂર્વ પ્રવક્તા પ્રશાંતભાઈ વાળા એ ઉપસ્થિત કાર્યકર્તાઓને બજેટ વીશે વિસ્તૃતમાં માહિતી આપી હતી.
આ અવસરે ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મૂંગરા, જિલ્લા તથા મહાનગરના મહામંત્રીઓ,ધારાસભ્યો, મેઘજીભાઈ ચાવડા તથા દિવ્યેશભાઈ અકબરી, જામનગરના મેયર તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ‘વિઝન વિકસિત ભારત’ ના રોડ મેપ સમાન બજેટ ગરીબ,યુવા,અન્નદાતા તથા નારી શક્તિ ને પ્રાધાન્ય આપતું,ગ્રોથ જનરેટર તથા જોબ ક્રિએટર એવા સર્વ સમાવેશક બજેટ વિશે વિગતવાર ચર્ચા કરી.
આ બજેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત માટેના વિઝનનો પુરાવો છે. માળખાકીય વિકાસ, કૃષિ અને સામાજિક કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. યોજનાઓ આર્થિક વિકાસને વેગ આપશે અને ગુજરાત અને સમગ્ર રાષ્ટ્રના લોકોને લાભ આપશે. ડિજીટલાઇઝેશન, ઇનોવેશન અને આંત્રપ્રિન્યોરશિપ પર ભાર મૂકે છે, જે આપણા યુવાનો માટે નવી તકોનું સર્જન કરશે ભારતને નવી ઊંચાઈએ લઈ જશે.