જામનગર મનપાને અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી વધારે વેરાની આવક મળી
જામનગર મહાનગરપાલિકાએ અત્યાર સુધીના ઈતિહાસ વેરાની સૌથી વધુ આવક મેળવી છેચાલુ વર્ષમાં આજની સુધીમાં રૂપિયા 101.60 કરોડની આવક થવા પામી છે. તેમ મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીએ જણાવ્યું હતું. જામનગર મહાનગરપાલિકા માં કુલ 3,06,000 મિલકતો નોંધાયેલી છે . તે પૈકી આજ સુધી મા કુલ ૧,૦૫,૬૫૬ મિલકત ધારકો એ વેરો ભરપાઈ કર્યો છે. તારીખ 1એપ્રિલ 2023થી તારીખ 28 માર્ચ 2024 સુધીમાં કુલ રૂપિયા 101.60 કરોડની આવક થવા પામી છે. જ્યારે તારીખ ૧ ફેબ્રુઆરી થી 28માર્ચ એટલે કે ૫૭ દિવસમાં જ રૂપિયા 45.70કરોડ ની આવક થવા પામી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલ વ્યાજ માફી યોજના અમલમાં છે. અને અત્યાર સુધીમાં રૂપિયા ૧૧ કરોડ ૪૮ લાખ ની વ્યાજ માંફી આપવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાની 100 ટકા ટકા વ્યાજ માફી યોજના ની મુદત આગામી તારીખ ૩૧ માર્ચ ના પૂર્ણ થઈ રહી છે .ત્યારે છેલ્લા ત્રણ દિવસ બાકી હોય આ યોજના નો લાભ લેવા પણ મ્યુનિસિપલ કમિશનર ડી એન મોદી અને આસિસ્ટન્ટ કમિશનર (ટેક્સ) જીગ્નેશ નિર્મળે કરદાતાઓ ને અનુરોધ કયો છે. મનપાની આવકમાં વધારો થાય તે માટે વિવિધ પગલા ભરવામાં આવી રહ્યાં છે. જેથી લોકો પોતાનો બાકી ટેક્સ જમા કરાવે તે માટે વ્યાજ માફીની યોજના અમુલમાં મુકી છે. આ ઉપરાંત બાકી વેરાની વસુલાત માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આવકમાં હજુ વધારો થવાની આશા વ્યક્ત થઈ રહી છે.