જામનગરઃ ધો-12 સુધીનો અભ્યાસ કરનાર ‘મુન્નાભાઈ MBBS’ ઝબ્બે, દર્દીઓને દવાઓ અને ઈન્જેકશન પણ આપતો હતો
અમદાવાદઃ જામનગ નજીક દરેજ જીઆઈડીસીમાં ધો-12 સુધીનો અભ્યાસ કરનાર શ્રમજીવીઓની વચ્ચે દવાખાનું ખોલીને શ્રમજીવીઓને દવાઓ આપવાની સાથે ઈન્જેકશન આપતો હતો. એટલું જ નહીં ગ્લુકોઝનો બાટલો પણ દર્દીઓને ચડાવતો હતો. દરમિયાન ચોક્કસ બાતમીના આધારે પોલીસે છાપો મારીને તેને ઝડપી લીધો હતો. તેમજ દવા અને ઈન્જેકશનનો જપ્ત કર્યો હતો. શ્રમજીવીઓના જીવન સાથે ચેડા કરનારા આ નકલી તબીબ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર તાલુકાના દરેજ જીઆઈસીડી વિસ્તારમાં મૂળ બિહારનો દિલીપ નથુભાઈ પ્રસાદ નામનો શખ્સ મેડિકલ પ્રેક્ટીસ કરતો હતો. દરમિયાન પોલીસે ચોક્કસ બાતમીના આધારે છારો મારતા દિલીપ કોઈપણ પ્રકારના સર્ટીફીકેટ વિના જ મેડિકલ પ્રેકટીસ કરતો હોવાનું સામે આવ્યું છે. દરમિયાન પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યાં હતા. દરોડા દરમિયાન તેની પાસેથી ડીગ્રી અંગેની માંગણી કરવામાં આવતાં પોતે માત્ર બારમું ધોરણ પાસ થયો હોવાનું જણાવ્યું હતું. પોલીસ દ્વારા બોગસ તબીબની અટકાયત કરી લઇ, તેના દવાખામાંથી ઇન્જેક્શનો, એલોપથીની જરૂરી દવાઓનો જથ્થો, ગ્લુકોઝના બાટલા સહિતની સામગ્રી કબજે કરી લેવામાં આવી છે. અને પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં તેની સામે મેડીકલ પ્રેક્ટિસનર એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.