અમદાવાદઃ જામનગરમાં કોરોના મહામારીને પગલે આરટીઓની આવકમાં ઘટાડો થયો છે. વર્ષ 2019માં 91.17 કરોડની આવકની સામે 2020માં માત્ર 60.54 કરોડની આવક નોંધાઈ હોવાનું જાણવા મળે છે. જ્યારે એપ્રિલ 2019માં 2817 વાહનોની નોંધણી સામે 2020માં માત્ર 214 વાહનોની નોંધણી થઈ હોવાનું જાણવા મળે છે. આમ કોરોનાને કારણે આરટીઓ કચેરીની આવકમાં મસમોટુ રૂ.30 કરોડનું ગાબડું પડ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાને પગલે લોકડાઉન આપવામાં આવ્યું હતું. જેથી વેપાર-ધંધા બંધ કરવામાં આવ્યાં હતા. જેથી કોરોનાના કારણે ધંધા-રોજગારને નુકશાન થતાં લોકોની વાહનોની ખરીદી શકિત પણ ઘટી હતી. જેના કારણે વર્ષ-2019 ની સરખામણીએ વર્ષ-2020 માં જામનગર શહેર-જિલ્લામાં વાહનોની નોંઘણી ઓછી થઇ હતી. આરટીઓ કચેરીને વાહનની ટેકસની આવકમાં રૂ. 25,35,99,031નો ફટકો પડયો હોવાનું નોંધાયું છે. વર્ષ-2019માં જામનગર આરટીઓ કચેરીમાં કુલ 36068 વાહનોની નોંધણી થઇ હતી. જેની સામે વાહનોનો ટેકસ, નોંધણી ફી, માલીકી ફેરફાર, લોન રદ સહીતની ફી પેટે રૂ.91, 17, 97, 166 ની આવક થઇ હતી. વર્ષ-2020માં જામનગર આરટીઓ કચેરીમાં ફકત રૂ.25672 વાહનોની નોંધણી થઇ હતી. વર્ષ-2019 માં એપ્રિલ મહિનામાં 2817 વાહનોની નોંધણી થઇ હતી અને રૂ.12,64,17,110 ની આવક થઇ હતી. જેની સામે 2020 એપ્રિલમાં ફકત 241 વાહનોની નોંધણી અને રૂ.1,21,98,430 ની આવક થઇ હતી.