Site icon Revoi.in

જામનગરઃ નોકરીની લાલચ આપીને નાણા પડાવતી નાઈઝીરિન ગેંગનો મુખ્ય સુત્રધાર ઝબ્બે

Social Share

અમદાવાદઃ  ગુજરાતમાં લોકોને નોકરી અપાવવાની લાલચ આપીને યુવાનો પાસેથી મોટી રકમ પડાવનારી નાઈઝીરિયન ગંગના સાગરિતની જામનગર પોલીસે મુંબઈ ઝડપી લીધી હોવાનું જાણવા મળે છે. આ ટોળકી ઓનલાઈન યુવાનોને સંપર્ક કરીને તેમની નોકરીની લોભામણી લાલચ આપવામાં આવતી હતી. અગાઉ પોલીસે  પ્રકરણમાં બે સ્થાનિક શખ્સોની અટકાયત કરીને પૂછપરછ કરતા સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસની તપાસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર  જામનગરના હરીશભાઇ જેઠાભાઇ પરમારને બે મહિના પહેલા જતીનભાઇ પાલા નામની વ્યક્તિ મળી હતી. તેમજ મુબંઇમાં સારા પગાર સાથે આંગળીયા પેઢીમાં નોકરી માટે સંપર્ક કરવા કહ્યું છે. જેથી હરિશે તેનો સંપર્ક કર્યો હતો. તે સમયે જતીન પાલા અને મોહિત પરમાર તેને મળ્યાં હતા. તેમજ બોગસ દસ્તાવેજ ઉભા કરીને હરીશ પરમારનું બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યું હતું. દરમિયાન તેના બેંક એકાઉન્ટમાં એક જ મહિનામાં રૂ. 40 લાખની લેવડ-દેવડ થઈ હોવાનું સામે આવતા હરીશ પરમાર ચોંકી ઉઠ્યાં હતા. તેમજ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો હતો.

પોલીસ તપાસમાં જતીન પાલા તથા મોહીત પરમારના ઘરેથી જુદી-જુદી વ્યક્તિઓના નામના એટીએમ, 30 ડેબીટ કાર્ડ  તથા 29 ચેક બુક તથા પેઢીના રબર સ્ટેમ મળી આવ્યાં હતા. પોલીસે આરોપીઓ પાસેથી મળેલી બેંક હિસ્ટ્રીની તપાસ કરતા બે મહિનામાં 7 કરોડનું ટ્રાન્જેક્શન થવાનું સામે આવ્યું હતું. તમામ રૂપિયા આ બંન્ને ઇસમોએ ઉપાડી મુબંઇ ખાતે રહેતા નાઇજીરીયન વ્યક્તિ રાફેલ એડેડીઓ ઇન્કાને જામનગર તથા રાજકોટથી આંગળીયા પેઢી મારફતે મોકલી આપેલ હતા.

ગુજરાત અને દેશભરમાંથી ઠગબાજો દ્વારા આવી રીતે રૂપિયા મેળવેલા હોય જેને નાઇજીરીયન ગેન્ગ દ્રારા દેશમાં અલગ અલગ જગ્યાએ કોઇપણ રીતે ચિટિંગ કરીને મોકલેલ છે જેમાં જામનગર ના જતીન પાલા તથા મોહીત પરમારે રીસીવર તરીકેની ભુમીકા ભજવ્યા હોવાનું સામે આવ્યું હતું. દરમિયાન પોલીસે તપાસ આરંભીને મુબંઇ સાઇબર ક્રાઇમ પોલીસની મદદથી નાઇજીરીયન વ્યક્તિ રાફેલ એડેડીઓ ઇન્કાની ધરપકડ કરી હતી. આ નાણાકીય વ્યવહારમાં દિલ્હી, બેંગ્લોર, બરોડા ખાતે નાઇજીરીયન ફ્રોડ બાબતની ફરીયાદ પણ થઈ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસ તપાસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.