1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ આજે રવિવારે વડોદરાને બદલે અમદાવાદથી ઉપડશે
જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ આજે રવિવારે  વડોદરાને બદલે અમદાવાદથી ઉપડશે

જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ આજે રવિવારે વડોદરાને બદલે અમદાવાદથી ઉપડશે

0
Social Share

અમદાવાદ: પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર વડોદરા-ગૈરતપુર સેક્શનના ગોઠાજ સ્ટેશન પર આજે 21 એપ્રિલ 2024ના રોજ નોન-ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોકને કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર થશે.  જેમાં જામનગર- વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ આંશિક રદ્દ કરવામાં આવી છે. આ ઉપરાંત આ ટ્રેન વડોદરાને બદલે અમદાવાદથી જ ઉપડશે. તેમજ અમદાવાદ-વડોદરા વચ્ચે દોડતી 9 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે.

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના વડોદરા-ગૈરતપુર સેક્શનમાં આવેલા ગોઠાજ સ્ટેશન પર ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગની કામગીરી ચાલી રહી છે. જેને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. જેમાં આજે 21 એપ્રિલની જામનગર- વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ આંશિક રદ્દ કરવામાં આવી છે. આ ઉપરાંત આ ટ્રેન વડોદરાને બદલે અમદાવાદથી જ ઉપડશે.  ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ આજે 21 એપ્રિલ, 2024ના રોજ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ રીતે આ ટ્રેન અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. તેમજ  ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ આજે 21 એપ્રિલ, 2024ના રોજ વડોદરાને બદલે અમદાવાદથી ઉપડશે. આ રીતે આ ટ્રેન વડોદરા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

આ ઉપરાંત અમદાવાદ-વડોદરા વચ્ચે દોડનારી 9 જેટલી ટ્રેનો આજે રદ કરવામાં આવી છે. જેમાં ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ,  ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ, ટ્રેન નંબર 09495 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ,  ટ્રેન નંબર 09496 અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ,  ટ્રેન નંબર 09400 અમદાવાદ-આણંદ મેમુ સ્પેશિયલ,  ટ્રેન નંબર 09399 આણંદ-અમદાવાદ મેમુ સ્પેશિયલ, ટ્રેન નંબર 09328 અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ, ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ અને  ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલનો સમાવેશ થયા છે.

ઉલ્લેખનીય છે કે, આ ટ્રેન આંશિક રીતે રદ્દ થવાને લઈ અમદાવાદથી વડોદરા અને વડોદરાથી અમદાવાદ સુધી જતા મુસાફરોને હાલાકી થશે. જોકે, ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમયમાં વિવિધ કારણોસર ફેરફાર થતા હોય છે. ત્યારે કોઈપણ ટ્રેનનાં સ્ટોપેજ, રચના અને સમય વિશેની વિગતવાર માહિતી માટે, મુસાફરોએ વેબસાઇટ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લેવા અથવા નજીકનાં કાર્યાલય ઉપર સંપર્ક કરવા પશ્ચિમ રેલવે દ્વારા જણાવાયું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code