દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ જન ધન યોજનાના સાત વર્ષ પૂર્ણ થવા પર ખુશી વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ પીએમ જન ધન યોજનાને સફળ બનાવવા માટે કામ કરનારા તમામ લોકોના અથાક પ્રયત્નોને પણ બિરદાવ્યા હતા.
Today we mark seven years of #PMJanDhan, an initiative that has forever transformed India’s development trajectory. It has ensured financial inclusion and a life of dignity as well as empowerment for countless Indians. Jan Dhan Yojana has also helped further transparency.
— Narendra Modi (@narendramodi) August 28, 2021
શ્રેણીબદ્ધ ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “આજે આપણે #PMJanDhan ના સાત વર્ષ ઉજવીએ છીએ, જે એક પહેલ છે જેણે ભારતના વિકાસના માર્ગને કાયમ માટે પરિવર્તિત કર્યો છે. તેણે અસંખ્ય ભારતીયો માટે નાણાકીય સમાવેશ અને ગૌરવપૂર્ણ જીવન તેમજ સશક્તીકરણને સુનિશ્ચિત કર્યું છે. જન ધન યોજનાએ વધુ પારદર્શિતામાં પણ મદદ કરી છે. #PMJanDhan ને સફળ બનાવવા માટે કામ કરનારા તમામ લોકોના અથાક પ્રયત્નોને હું બિરદાવવા માંગુ છું. તેમના પ્રયાસોએ ભારતના લોકોને જીવનની સારી ગુણવત્તાની ખાતરી આપી છે.”
આ યોજના હેઠળ અત્યાર સુધી 43.04 કરોડ લાભાર્થીઓને બેંકિંગની સુવિધાઓ મળી છે, આ ખાતાઓમાં કુલ ડિપોઝિટ રૂ. 146,231 કરોડ છે. માર્ચ, 2015માં 14.72 કરોડથી ત્રણ ગણા વધીને 18મી ઓગસ્ટ 2021 સુધી 43.04 કરોડ થયા છે. પ્રધાનમંત્રી જન ધન યોજનાનો સૌથી વધારે લાભ મહિલાઓને મળ્યો છે. 55 ટકા જન ધન ખાતાધારકો મહિલાઓ છે અને 67 ટકા જન ધન ખાતાઓ ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં છે. હાલ 43.04 કરોડ પીએમજેડીવાય ખાતાઓમાંથી 36.86 કરોડ ખાતા ચાલુ છે. પીએમજેડીવાય ખાતાધારકોને 31.23 કરોડ જેટલા રૂપે કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યાં છે.
રાજ્ય કક્ષાના કેન્દ્રીય નાણાં મંત્રી ડો. ભાગવત કરાડે કહ્યું હતું કે, “પ્રધાનમંત્રી જન ધન યોજના (પીએમજેડીવાય) ભારતની સાથે દુનિયામાં નાણાકીય સર્વસમાવેશકતા માટે સૌથી વધુ પહોંચ ધરાવતી પહેલો પૈકીની એક છે. સરકારની ટોચની પ્રાથમિકતાઓમાં એક નાણાકીય સર્વસમાવેશકતા છે, કારણ કે આ સર્વસમાવેશક વૃદ્ધિને વેગ આપે છે. આ ગરીબોને લાલચુ શાહૂકારોની જાળમાંથી ગરીબોને છોડાવવા ઉપરાંત તેમની બચત ઔપચારિક વ્યવસ્થામાં લાવવાનું અને તેમના પરિવારજનોને નાણાં મોકલવા માધ્યમ પ્રદાન કરે છે.