અમદાવાદઃ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના પર્વનું સવિશેષ મહાત્મ્ય જોવા મળે છે. જેમાં દ્વારકાધિશના મંદિરમાં જન્માષ્ટમીનું પર્વના દિને દ્વારકાધિશના દર્શન માટે બહારગામથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે. જેથી પશ્ચિમ રેલવે દ્વારા જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં લઈને અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ખાસ ભાડા પર દોડાવવાનો નિર્ણય કર્યો છે. ટ્રેન નંબર 09453 અમદાવાદ-ઓખા સ્પેશિયલ 06 સપ્ટેમ્બરના રોજ અમદાવાદથી રાત્રે 23.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 08.20 કલાકે ઓખા પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 09454 ઓખા-અમદાવાદ સ્પેશિયલ 07 સપ્ટેમ્બરના રોજ ઓખાથી રાત્રે 23:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08:40 કલાકે અમદાવાદ પહોંચશે.
પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ખાસ ભાડા પર દોડાવાશે. ટ્રેન નંબર 09453 અમદાવાદ-ઓખા સ્પેશિયલ 06 સપ્ટેમ્બરના રોજ અમદાવાદથી રાત્રે 23.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 08.20 કલાકે ઓખા પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 09454 ઓખા-અમદાવાદ સ્પેશિયલ 07 સપ્ટેમ્બરના રોજ ઓખાથી રાત્રે 23:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08:40 કલાકે અમદાવાદ પહોંચશે. જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા અને દ્વારકા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે. ટ્રેન નંબર 09453/54 માટેનું બુકિંગ 01 સપ્ટેમ્બર 2023થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. જેથી મુસાફરો ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકે છે.
પશ્ચિમ રેલવેના સૂત્રોએ ઉમેર્યુ હતું કે, અમદાવાદ ડિવિઝનના મહેસાણા સ્ટેશન યાર્ડ ખાતે પીએસસી ગર્ડર સ્પાન લોંચિંગ માટે સૂચિત બ્લોકને કારણે સાબરમતી-પાટણ સ્પેશિયલ અને મહેસાણા-પાટણ સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે. 31 ઓગસ્ટ 2023ની ટ્રેન નંબર 09369/09370 સાબરમતી-પાટણ-સાબરમતી સ્પેશિયલ રદ રહેશે. જ્યારે 31મી ઓગસ્ટ 2023ની ટ્રેન નંબર 09484/09483 મહેસાણા-પાટણ-મહેસાણા સ્પેશિયલ રદ રહેશે.