અમદાવાદ:સાતમ-આઠમના તહેવારોની શ્રુંખલા શરુ થઇ ચુકી છે.ત્યારે લોકો ફરવા નીકળી જતા હોય છે.અને એમાં જન્માષ્ટમીના દિવસે ડાકોર અને દ્વારકામાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે.ત્યારે યાત્રિઓની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા આણંદ અને ડાકોર વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ ટ્રેન વિશેષ ભાડાં સાથે ચાલશે.
આણંદ-ડાકોર જન્માષ્ટમી સ્પેશિયલ
આણંદ-ડાકોર જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન 18 ઓગસ્ટ 2022 ના રોજ રાત્રે 10.00 કલાકે આણંદ થી ઉપડીને ડાકોર 10.50 કલાકે પહોંચશે.પરતમાં આ ટ્રેન 19 ઓગસ્ટ 2022 ના સવારે 03.00 કલાકે ડાકોર થી ઉપડીને 03.55 કલાકે આણંદ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં સદનાપુરા, ભાલેજ, ઓડ અને ઉમરેઠ સ્ટેશનો પર રોકાશે.