અમદાવાદઃ ગઈકાલ સવારથી ગુજરાતભરમાં મેઘરાજાએ મન મૂકીને વરસી રહ્યા છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળે છે. ત્યારે ગઈકાલે જન્માષ્ટમીનો પણ પાવન પર્વ હતો. તો ગુજરાતમાં મેઘ કહેર હોવા છતાં, ગુજરાતવાસીઓએ હર્ષો ઉલ્લાસ અને આનંદથી જન્માષ્ટમીનો તહેવાર ઉજવ્યો હતો.
તો દ્વારકામાં આખો દિવસ વરસતા વરસાદે પણ લોકો ભગવાન શ્રી દ્વારકાધીશનાં દર્શન કરી ભવ્ય રાસોત્સવ રમી કાનાનાં જન્મનાં વધામણાં કર્યા હતાં. મધરાત્રે જન્મોત્સવની ઉત્સવ આરતી સમયે ભારે વરસાદ સરું થયો હતો. છતાંયે કાનુડાનાં જન્મને વધાવવા પ્રવાસીઓ, શ્રદ્ધાળુઓ મોડી રાત્રે 2:30 વાગ્યા સુધી દ્વારકાના મંદિરમાં ઉમટી પડી નંદ ઘેર આનંદ ભૈયો ઉજવ્યોના નારા લગાવ્યા હતાં. આ પ્રસગે દ્વારકાના તમામ રાનૈતિક સભ્યો હાજર હતાં. તે ઉપરાંત છેલ્લા ત્રણ દિવસમાં દ્વારકામાં સવા બે લાખ જેટલા દર્શનાર્થીઓએ દર્શન કર્યા હતાં.
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ હરે કૃષ્ણ ગૃપ દ્વારા જન્માષ્ટમીનો પર્વ ઉજવાયો હતો. દીવમાં આવેલી જુની બજારમાં મટકી ફોડવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. અને કાર્યક્રમ દરમિયાન હરે કૃષ્ણ ગૃપના સભ્યોએ તેમના પરિવાર સાથે મટકી ફોડવાના ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જન્માષ્ટમીની મધરાત્રીએ શક્તિપીઠ અંબાજીમાં પણ રાત્રીના 12 કલાકે ભગવાન શ્રી કૃષ્ણને મંદિરમાં ચાંદીના પાલણામાં જુલાવવામાં આવ્યા હતાં. જ્યાં મેઘરાજાએ પણ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ પ્રસંગે વધામણા કર્યા હતાં. શ્રી કૃષ્ણના જન્મોત્સવ મનાવી પંજરી, પંચામૃત, માખણનો ભોગ સોનાના થાળમાં ધરવામાં આવ્યો હતો.
ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મૂળદ્વારકા ગામે જન્માષ્ટમી પર્વે સીમા જાગરણ મંચ દ્વારા આસપાસના 16 ગામોના યુવાનો વચ્ચે સમુદ્ર કિનારે મટકી ફોડ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં અનેક લોકો ઉપસ્થિત રહીને આનંદ માણ્યો હતો. પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલી ટીમને શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતો. તો ભાગ લેનાર તમામ ટીમને પ્રોત્સાહન ઈનામો આપવામાં આવ્યા. ભારતમાં આ પ્રકારની સ્પર્ધાનો પ્રથમ પ્રયત્ન હોવાનું સીમા જાગરણ મંચે જણાવ્યું હતું.
#Janmashtami2024 #GujaratJanmashtami #KrishnaJanmashtami #FestiveGujarat #RainAndRejoice #GujaratCelebrates #DevotionInTheRains #KrishnaBhakti #JoyfulJanmashtami #GujaratFestivals