રામજન્મભૂમિ મુક્ત થવી અને તેના પર ભવ્ય રામમંદિરનું નિર્માણ થવું હિંદુ સમાજની આકાંક્ષાઓની વાસ્તવિક અનુભૂતિ છે. રામમંદિરમાં ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠા દિવાળીના ઉત્સવથી કમ નથી. આ શક્ય બનાવનારા કારસેવકો-રામભક્તોની આંખો ભારતના સ્વાભિમાનની રામલલાની પ્રાણપ્રતિષ્ઠા તરીકે પુનર્સ્થાપના થઈ રહી છે. 6 માસના પોતાના પુત્રને મૂકીને પત્નીની ભીની આંખોની પરવાહ કર્યા વગર 1992માં કારસેવામાં સામેલ થનારા અને બાબરી ઢાંચાને ધ્વસ્ત થવાની ઐતિહાસિક પળોના સાક્ષી બનેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કર્ણાવતી પશ્ચિમ વિભાગના સંઘચાલક શ્રીહરેશભાઈ ઠક્કરે એક કારસેવક-રામભક્ત તરીકે રામજન્મભૂમિ મુક્તિ આંદોલનની પોતાની યાદોને રિવોઈ રિયલ વોઈસ ઓફ ઈન્ડિયાના એડિટર આનંદ શુક્લ સાથેની વાતચીતમાં લોકો સાથે વહેંચી છે. તેમણે રામજન્મભૂમિ પર રામમંદિરમાં ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠાના મહોત્સવને ભારત માટે ટર્નિંગ પોઈન્ટ પણ ગણાવ્યો છે અને હિંદુ સમાજ માટે શરૂ થયેલી જવાબદારી અને જવાબદેહીની પણ વાત કરી છે.