Site icon Revoi.in

ટોકિયો ઓલિમ્પિકની તૈયારી શરૂ, જાપાન ખેલાડીઓને આવકારવા તૈયાર

Social Share

નવી દિલ્લી: કોરોનાવાયરસ મહામારીના કારણે મોટા ભાગની રમતો તથા સ્પોર્ટ્સ એકટિવિટીને થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી. આ રમત ગમતમાં ટોકિયો ઓલિમ્પિકનો પણ સમાવેશ થાય છે. પણ હવે કોરોનાવાયરસનું સંક્રમણ ઓછુ થતા તેને જલ્દીથી આયોજન થાય તે માટેની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે.

વિશ્વભરના 18 હજાર ખેલાડીઓ-ઓફિસિઅલ્સના રહેવા માટે 44 એકરમાં તૈયાર કરવામાં આવેલા ઓલિમ્પિક વિલેજમાં મીડિયાને પ્રવેશ આપવામાં આવ્યો છે. આયોજકોએ ખેલાડીઓ માટે 21 રેસિડેન્ટ ટાવર્સ ઉભા કર્યા છે. આ ઉપરાંત ત્રણ હજાર લોકો એક સાથે બેસી શકે તેવી કેન્ટીન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

જો કે મહત્વની વાત એ છે કે ભલે કોરોનાવાયરસનું સંક્રમણ ઓછુ થયુ હોય પરંતુ કોરોના ગાઈડલાઈનનું પાલન તો કરવું પડશે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાની સૂચના આપતા પોસ્ટર્સ-સ્ટીકર્સ ઠેર-ઠેર લગાવામાં આવ્યા છે. ઓલિમ્પિકમાં ખેલાડીઓ-ઓફિસિઅલ્સના પરિવહન માટે સ્વયંસંચાલિત ઈલેક્ટ્રોનિક બસ પણ મૂકવામાં આવી છે. ત્રણ હજારથી વધુ સ્વયંસેવકોનો સ્ટાફ હજ્જારો ખેલાડીઓનું રસોડું સંભાળશે.

ગેમ્સ વિલેજમાં દરરોજ 20 હજાર જેટલા કોરોનાના ટેસ્ટ થશે. ખેલાડીઓ ઓલિમ્પિક વિલેજથી પ્રેક્ટિસના અને સ્પર્ધાના સ્થળે જ જઈ શકશે અને કોઈને પાર્ટી કરવાની અનુમતી આપવામાં આવશે નહીં, તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. હારેલા ખેલાડીઓએ 48 કલાકમાં વિલેજ છોડવું પડશે.