Site icon Revoi.in

કોરોના કાળમાં ભારતની મદદે આવ્યું જાપાન, સિંગાપુર બન્યું આપૂર્તિનું મોટું સ્ત્રોત

Social Share

દિલ્હી : ભારતમાં સંક્રમણની બીજી લહેરથી નિપટવામાં સહયોગ આપવા માટે સિંગાપુરનો મોટો ફાળો છે. આ સિવાય શુક્રવારે જાપાન પણ ભારતના સમર્થનમાં કૂદી પડ્યું છે.

જાપાનએ મહામારીને નાથવા માટે 5 કરોડ ડોલરની સહાયતા પેકેજમાં ભારતને 1.48 કરોડ ડોલર વધારાની સામગ્રી પ્રદાન કરવાનો નિર્ણય કર્યો છે.આ હેઠળ તે સયુંકત રાષ્ટ્ર દ્વારા ભારત માટે 1000 વેન્ટીલેટર અને 2000 ઓક્સિજન કંસટ્રેટર્સ મોકલશે.

તો બીજી તરફ, સિંગાપુરમાં ભારતીય હાઈ કમિશનર પી.કુમારને કહ્યું કે, સિંગાપુર ચોક્કસ તબીબી પુરવઠાના સ્ત્રોત તરીકે ભારતીય ઉચ્ચ કમિશન માટે વેપાર અને લોજિસ્ટિક્સ કેન્દ્ર સાબિત થયું છે.

તેમણે વેપાર-ઉદ્યોગ મંત્રાલય અને ભારત માટે એન્ટરપ્રાઇઝ સિંગાપુર જેવી એજન્સીઓની પ્રશંસા કરી અને કહ્યું કે તેમણે તેમના ડેટા સંગ્રહ અને સંપર્કોનો ઉપયોગ હાઈ કમિશનને કરવા માટે કર્યો છે જ્યાંથી આવશ્યક વસ્તુઓ મળી શકે.

કુમારને જણાવ્યું હતું કે, સિંગાપુરના સહયોગને કારણે અમે ઓસ્ટ્રેલિયા અને અન્ય એશિયન દેશોમાંથી સિંગાપુરમાં સામગ્રી લાવી શકીએ છીએ અને ભારતીય જહાજો અને વિમાન દ્વારા ભારત લઈ જઈ શકીએ છીએ.