Site icon Revoi.in

જાપાન ભારતમાં રૂ. 3.2 લાખ કરોડનું કરશે રોકાણ

Social Share

દિલ્હી:ભારત અને જાપાન વચ્ચે યોજાયેલી 14મી વાર્ષિક ઈન્ડો-જાપાન સમિટમાં જાપાન દ્વારા જાહેર કરવામાં આવ્યું કે જાપાન ભારતમાં આગામી પાંચ વર્ષમાં 5 ટ્રિલિયન યેન એટ્લે કે રૂ. 3.2 લાખ કરોડનું રોકાણ કરશે, બંને નેતાઓએ ભારત-જાપાન ઇકોનોમિક ફોરમને પણ સંબોધિત કર્યું, જ્યાં તેઓએ “ભારતના વસ્તી વિષયક ડિવિડન્ડ અને જાપાનની મૂડી અને ટેકનોલોજીને સુમેળ સાધવા” પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

મોદીએ ફોરમમાં જણાવ્યું હતું કે “પ્રગતિ, સમૃદ્ધિ અને ભાગીદારી એ ભારત-જાપાન સંબંધોનો આધાર છે. અમે ભારતમાં જાપાનીઝ કંપનીઓને તમામ શક્ય સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છીએ,” તેમણે જાહેર કર્યું હતું કે સાયબર સુરક્ષા, ક્ષમતા નિર્માણ, માહિતીની વહેંચણી અને સહકારના ક્ષેત્રોમાં રાષ્ટ્રો વચ્ચે કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

PM એ કહ્યું, “ભારત અને જાપાન મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર પર ‘વન ટીમ-વન પ્રોજેક્ટ’ (One Team One Project) તરીકે કામ કરી રહ્યા છે.