જાપાનના રાજદૂતે પુણેમાં વડાપાવની મજા માણી,ટ્વિટ કરીને કહ્યું મારી પત્નિએ મને હરાવ્યો, તો પીએમ મોદીએ આપ્યો કંઈક આવો જવાબ
- જાપાનના રાજદૂતે પુણેમાં વડાપાવની મજા માણી
- રાજદૂતના ટ્વિટ પર પીએમ મોદીએ આપ્યો જવાબ
દિલ્હીઃ- જાપાનના રાજદૂત ભારતના સ્ટ્રીટ ફૂડની મજા માણી રહ્યા છે ત્યારે વિતેલા દિવસને શનિવારના રોજ તેમણે પત્નિ સાથે પૂણેમાં વડાપાઉંનો લૂફ્ત ઉઠાવ્યો હતો અને તેમણે આ વાત ટ્વિટર પર શેર કરી હતી.
My wife beat me!🌶#Pune #Kolhapuri pic.twitter.com/JsM1LxcRK5
— Hiroshi Suzuki, Ambassador of Japan (@HiroSuzukiAmbJP) June 10, 2023
આ શેર કરેલા વીડિયોમાં જાપાનના રાજદૂતે પત્ની સાથે ભારે ઉત્સાહથી વડાપાવની મજા લેતો જોવા મળે છે. જાપાની રાજદૂત ખૂબ જ સરળ રીતે સ્ટ્રીટ ફૂડની મજા માણી રહ્યા છે. પીએમ મોદીએ પણ તેમના ટ્વીટનો જવાબ આપ્યો છે.
This is one contest you may not mind losing, Mr. Ambassador. Good to see you enjoying India’s culinary diversity and also presenting it in such an innovative manner. Keep the videos coming! https://t.co/TSwXqH1BYJ
— Narendra Modi (@narendramodi) June 11, 2023
હિરોશી સુઝુકીએ તેનો સ્ટ્રીટ ફૂડ ખાતો વીડિયો પોસ્ટ કર્યો છે. કેપ્શનમાં લખ્યું હતું કે મને ભારતનું સ્ટ્રીટ ફૂડ ગમે છે પણ થોડું ઓછું મસાલેદાર પ્લીઝ! પીએમ મોદીએ તેમના ટ્વિટ પર ધ્યાન દોર્યું છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
જાપાની રાજદૂતે ટ્વિટર ફોલોઅર્સની ભલામણ પર પૂણેના ફેસમ મિસાલ પાવનો પણ સ્વાદ ચાખ્યો અને એક સુંદર વીડિયો પોસ્ટ કર્યો. તેના કેપ્શનમાં તેણે લખ્યું કે મારા નજીકના લોકો દ્ દ્વારા તેની ભલામણ કરવામાં આવી હતી. તેણે ટ્વિટર પર કહ્યું કે તે થોડું ઓછું મસાલેદાર પસંદ કરે છે.
શનિવારે એક વીડિયોમાં તેમણે લખ્યું કે મારી પત્નીએ મને હરાવ્યો.પત્નિ વાળી વાત પર પીએમ મોદી પોતાની જાતને જવાબ આપતા રોકી શક્યા ન હતા. તેમણે કહ્યું કે આ એક એવી સ્પર્ધા છે કે તમે હારીને પણ તમે ખરાબ નથી અનુભવી શકતા.તેમણે કહ્યું કે તમે જે રીતે ભારતની વિવિધતાને નવી રીતે રજૂ કરી છે તે જોઈને ખૂબ આનંદ થયો.