Site icon Revoi.in

જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા ભારતની મુલાકાતે પહોંચ્યા -સંરક્ષણ, વેપાર, રોકાણના ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર થશે વાતચીત

Social Share

દિલ્હીઃ-  આ વર્ષે ભારત જી 20ની અધ્યક્ષતા કરીલ રહ્યું છે ત્યારે દેશ વિદેશના નેતાઓ ભારત આવી રહ્યા છે ભારતમાં યોજાનારી અનેક બેઠકોમાં તેઓ ભાગ લી રહ્યા છે ત્યારે હવે જાપાનના પ્રધાનમંત્રી ભારતની મુલાકાતે આજ સવારે દિલ્હી આવી પહોંચ્યા છે.

જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા આજરોજ સોમવારે સવારે દિલ્હી પહોંચ્યા હતા. તેમની આ  મુલાકાતનો ઉદ્દેશ્ય ભારત અને જાપાન વચ્ચે સંરક્ષણ, વેપાર, રોકાણ અને ઉચ્ચ ટેક્નોલોજીના ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો છે.

જાપાનના પીએમ કોશિદા અને વડાપ્રધાન મોદી વચ્ચે ભારતની અધ્યક્ષતામાં G20 અને જાપાનની અધ્યક્ષતામાં યોજાનારી G7 બેઠકોની પ્રાથમિકતાઓ પર વાતચીત થનાર છે.

ભારત G20નું અધ્યક્ષ છેG7 સમિટમાં રશિયાની આક્રમકતા અને યુક્રેનને સમર્થન આપવા બદલ પ્રતિબંધો પર ચર્ચા થવાની અપેક્ષાઓ સેવાઈ રહી છે.આ સાથે જ મુક્ત હિંદ પ્રશાંત મહાસાગર ક્ષેત્ર માટે ભારત અને જાપાન વચ્ચે પેટ્રોલિંગ વધારવા, દરિયાઈ કાયદાઓનું પાલન કરવાની ક્ષમતા વધારવા, સાયબર સુરક્ષા, ડિજિટલ અને ગ્રીન એનર્જી સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત થઈ શકે છે.

હિંદ મહાસાગરમાં ‘શાંતિના ઉદ્દેશ્યથી મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક માટેની યોજના’ તૈયાર કરશે, જેમાં પેટ્રોલિંગ જહાજો પૂરા પાડવા અને દરિયાઈ કાયદો વધારવા, અમલીકરણ ક્ષમતા, સાયબર સુરક્ષા, ડિજિટલ અને ગ્રીન પહેલ અને આર્થિક બાબતોનો સમાવેશ થશે. સુરક્ષા પર ભાર મુકીને મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિકના વિઝનને પ્રોત્સાહન આપવાના જાપાનના પ્રયાસોને મજબૂત બનાવશે.

જાપાનના વડાપ્રધાન લગભગ 27 કલાક ભારતમાં વિતાવશે. વડાપ્રધાન મોદીને મળવાની સાથે, તેઓ એક થિંક ટેન્ક ઈવેન્ટમાં પણ હાજરી આપશે જ્યાં તેઓ તેમના સંબોધનમાં ફ્રી ઈન્ડો-પેસિફિક પ્રદેશ માટેની તેમની યોજનાઓનું અનાવરણ કરશે.

ભારત, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાએ ક્વોડ બનાવીને ચીનના પડકારનો સામનો કરવાની યોજના બનાવી છે. તેઓ કિશિદા મુક્ત હિંદ પ્રશાંત મહાસાગર ક્ષેત્ર માટે ભારતની વધતી ભૂમિકા અંગે પણ તેમના મંતવ્યો આપશે.