Site icon Revoi.in

લોન્ચ થતા જ ગણતરીની સેકન્ડોમાં હવામાં ફાટયું જાપાનનું પહેલું પ્રાઈવેટ રોકેટ, જુઓ વીડિયો

Social Share

ટોક્યો: જાપાનમાં એક ખાનગી કંપની દ્વારા અંતરિક્ષની કક્ષામાં મોકલાય રહેલા એક રોકેટને બુધવારે લોન્ચ કર્યાની ગણતરીની મિનિટોમાં જ તે હવામાં ફાટી ગયું. ઓનલાઈન વીડિયોમાં દેખાય રહ્યું છે કે કેરોસ નામનું રોકેટ મધ્ય જાપાનના વાકાયામા પ્રાંતના અપર તટવર્તી ક્ષેત્રથી પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું, પરંતુ તેણે ઉડાણ ભરી તેની ગણતરીની સેકન્ડોમાં રોકેટમાં વિસ્ફોટ થયો હતો.

રોકેટમાં વિસ્ફોટ બાદ વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા અને કેટલાક સ્થાનો પર આગની લપટો પણ જોવા મળી. વીડિયોમાં દેખાય રહ્યું છે આગ બુઝાવવાની કોશિશમાં આ સ્થાન પર પાણી નાખવામાં આવ્યું છે. આ રોકેટ ટોક્યો ખાતે સ્ટાર્ટ અપ સ્પેસ વનનું હતું અને તેણે તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપી નથી.

જાપાનની સરકારી એજન્સી એનએચકે પર પણ આ ભીષણ નિષ્ફળતાના ફૂટેજ જોવા મળ્યા છે. તેને જાપાનના ખાનગી ક્ષેત્રની કોઈ કંપનીનું પહેલું રોકેટ ગણાવાય રહ્યું છે. ટોક્યો ખાતે સ્ટાર્ટઅપ સ્પેસવને ખાનગી રોકેટ દ્વારા સેટેલાઈટને સફળતાપૂર્વક કક્ષામાં સ્થાપિત કરવાની પહેલી જાપાની ખાનગી ફર્મ બનવાનું લક્ષ્ય બનાવી રાખ્યું હતું, જે નિષ્ફળ થઈ ગયું.

જાપાની મીડિયાના અહેવાલો મુજબ, પ્રક્ષેપણમાં પહેલા જ ઘણીવાર વિલંબ થઈ ચુક્યો હતો અને છેલ્લે શનિવારે એક જહાજને ખતરાવાળા વિસ્તારમાં જોયા બાદ પ્રક્ષેપણને સ્થગિત કરવામાં આવ્યું હતું. જો તે સફળ રહ્યું હોત, તો સ્પેસ વન અંતરિક્ષ કક્ષામાં રોકેટ મોકલનાર પહેલી ખાનગી કંપની હોત.