જાપાનના પીએમ ફુમિયો કિશિદા પર ભાષણ દરમિયાન કરાયો હુમલો, હાલ પીએમ સુરક્ષિત હુમલાખોરની કરાઈ ધરપકડ
- જાપાનના પીએમ પર હુમલો
- હુમલો કરનારની કરાઈ ધરપકડ
દિલ્હીઃ- જાપાનના પ્રધાનમંત્રી પર હુમલો કરવાની ઘટના સામે આવી છએ જો કે હુમલો કરનાર વ્યક્તિ પોલીસના હાથ ઝડપાઈ ગયો હતો અને તેને કસ્ટડિમાં લેવામાં આવ્યો છએ,આ ઘટનામાં પીએમ સુરક્ષિત છે તેમને કોઈ પ્રકારની મોટી ઈજા થી નથી.
પ્રાપ્ત વિગત પ્રમાણે જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાના ભાષણ દરમિયાન અહીં બ્લાસ્ટની ઘટના બની હતી ,પીએમ કિશિદાના ભાષણ દરમિયાન સ્મોક બોમ્બથી હુમલો કરવામાં આવ્યો છે. દરમિયાન પીએમ કિશિદાને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટના બાદ તરત જ સુરક્ષા દળોએ એક શંકાસ્પદને પણ કસ્ટડીમાં લીધો છે. બ્લાસ્ટ બાદ લોકોમાં ભયનો માહોલ જોવા મળઅયો હતો લોકો આમથી તેમ ભાગતા જોવા મળ્યા હતા.
આ ઘટના ત્યારે બની કે જ્યારે જાપાનના વડાપ્રધાન સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર માટે ભાષણ આપવા ગયા હતા. આ દરમિયાન, શંકાસ્પદ વ્યક્તિએ જાપાનના પીએમ તરફ પાઇપ બોમ્બ જેવું કંઈક ફેંક્યું, જેના પછી બ્લાસ્ટ થયો.જો કે સમય રહેતાજ પીએમને ત્યાથી સુરક્ષિત બહાર કાઢી લેવાયા છે.
岸田さんの演説でまさか目の前で… pic.twitter.com/RcXWnYbuzB
— ゆき (@yukiko_070) April 15, 2023
સ્થાનિક મીડિયા એહેવાલ પ્રમાણે વિસ્ફોટ બાદ ઘટના, સ્થળ પર હાજર પોલીસે તરત જ એક શંકાસ્પદને કસ્ટડીમાં લીધો હતો. આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ સમયદરમિયાન કિશિદાનું ભાષણ સાંભળવા આવેલા લોકો ઘટના બાદ અહીં-ત્યાં દોડતા જોઈ શકાય છે. આ દરમિયાન પોલીસકર્મીઓ પણ એક વ્યક્તિને જમીન પર પડીને કાબૂમાં લેતા જોવા મળ્યા હતા. એવું કહેવામાં આવ્યું છે કે આ ઘટનામાં પીએમને કોઈ ઈજા થઈ નથી.