Site icon Revoi.in

રાજકોટના જસદણને હરિયાળુ બનાવાશે, એક હેકટરમાં 2000 વૃક્ષો વવાશે

Social Share

અમદાવાદઃ રાજકોટનાજસદણ ખાતે સામાજિક વનીકરણ રેન્જ જસદણ – વિંછીયા દ્વારા “હરિત વન વસુંધરા” પ્રોજેકટ અંતર્ગત ‘અર્બન ફોરેસ્ટ”નું ખાતમુહૂર્ત સાથે ‘74′ મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ-2023  જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન-નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ પ્રસંગ્રે મંત્રી કુંવરજી બાવળીયાએ કહ્યું હતું કે “મારી માટી, મારા દેશ” અભિયાનમાં ગામના તળાવો પાસે મોટી માત્રામાં વૃક્ષોનું વાવેતર કરાયું છે. પર્યાવરણની જાળવણી માટે તેનું જતન- ઉછેર કરવી તે આપણી સામાજિક ફરજ છે.  ઓક્સિજન કેટલો મહત્વનોછે, તેની આપણને કોરોના કાળમાં ખબર પડી હતી. મંત્રીએ વધુમાં કહ્યું હતું કે,જસદણથી ચીતલીયા રોડ,અક્ષર મંદિરની બાજુમાં જસદણ ખાતે એક હેક્ટર વાવેતર વિસ્તારમાં આકાર પામનાર આ અર્બન ફોરેસ્ટ માં 2000 જેટલા વૃક્ષો વાવવામાં આવશે.

ખારી નદીના કાંઠે આવેલ આ અર્બન ફોરેસ્ટમાં વન કવચ મિયાવાકી પદ્ધતિથી 51 જાતના 501 રોપા 25 બાય ૨૫ મીટર એરિયામાં મંત્રી મહાનુભાવો અને વિદ્યાર્થીઓના હસ્તે વાવવામાં આવ્યા હતા.  અર્બન ફોરેસ્ટમાં વચ્ચેના એરિયામાં વન કુટીર તથા શરૂઆતના એરિયામાં ચિલ્ડ્રન પ્લે એરિયા તરીકે વિકસાવવામાં આવશે. તેમજ જસદણ ચિતલીયા રોડ ખાતે વોકિંગ એરીયા ડેવલપ કરાશે. મંત્રીના હસ્તે વૃક્ષોની જાળવણી અને સુશોભિત કરનારાઓનું સન્માન કરાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સહિત દુનિયાના અનેક દેશો ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યાં છે. ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે ભારતમાં મોટા પાયે વૃક્ષા રોપણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જેના પરિણામે ઠેર-ઠેર વૃક્ષારોપણના કાર્યક્રોમો કરવામાં આવી રહ્યાં છે.