Site icon Revoi.in

જસપ્રીત બુમરાહ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર ત્રીજો બોલર બન્યો

Social Share

મુંબઈઃ ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે ત્રીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. બુમરાહે આ મામલે હાર્દિકને પાછળ છોડી દીધો છે.

બુમરાહે ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આઈસીસી ટી20 વર્લ્ડ કપની મેચમાં પાકિસ્તાન સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. ભારતે આ મેચ છ રને જીતી હતી.

બુમરાહે મેચમાં 3.50ના ઇકોનોમી રેટથી ચાર ઓવરમાં માત્ર 14 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. બુમરાહે કેપ્ટન બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન અને ઈફ્તિખાર અહેમદની વિકેટ લીધી હતી.

બુમરાહે, 64 ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાં 18.67ની એવરેજ અને 6.44ના ઈકોનોમી રેટથી 79 વિકેટ લીધી છે. જેમાં શ્રેષ્ઠ આંકડા 3/11 છે. હાર્દિકે 94 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 4/16ના શ્રેષ્ઠ આંકડા સાથે 78 વિકેટ લીધી છે.

ટી-20 ફોર્મેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર સ્પિન અનુભવી યુઝવેન્દ્ર ચહલ છે. જેણે 80 મેચમાં 25.09ની એવરેજ અને 6/25ના શ્રેષ્ઠ આંકડા સાથે 8.19ના ઈકોનોમી રેટથી 96 વિકેટ લીધી છે. બીજા સ્થાને ભારતના સ્વિંગ નિષ્ણાત ભુવનેશ્વર કુમાર છે. જેણે 87 મેચમાં 23.10ની એવરેજ અને 6.96ના ઈકોનોમી રેટથી 90 વિકેટ લીધી છે અને તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 5/4 રહ્યું છે.

ન્યુઝીલેન્ડનો અનુભવી ઝડપી બોલર ટિમ સાઉથી ટી–20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 123 મેચમાં 23.15ની એવરેજ અને 8.13ની ઇકોનોમી રેટથી 157 વિકેટ લીધી છે. જેમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 5/13 રહ્યું છે.