Site icon Revoi.in

યુપીના બદાયૂંનો બીજો દરિંદો જાવેદ પણ એરેસ્ટ, કહ્યુ-જેમના બાળકોની હત્યા થઈ તેમની સાથે સારા હતા સંબંધ

Social Share

બદાયૂં: ઉત્તરપ્રદેશના બદાયૂંમાં આયુષ અને આહાનના ડબલ મર્ડરના મામલામાં ફરાર 25 હજારના ઈનામી આરોપી જાવેદનો વીડિયો સામે આવ્યો છે. તેમાં તે ખુદને બેકસૂર ગણાવી રહ્યો છે. આ વીડિયોમાં લોકોને તે કહી રહ્યો છે કે અમારા બાળકોના પરિવાર સાથે સારા સંબંધ હતા. બધું સાજિદે કર્યું, તે ત્યાં ન હતો. જ્યારે ઘટના સંદર્ભે ખબર પડી તો પોલીસના ડરથી દિલ્હી ભાગી ગયો હતો. હવે મને પોલીસની પાસે લઈ જાવ. પોલીસે જાવેદને એરેસ્ટ કર્યો છે. જાવેદનો વીડિયો બરેલીના સેટેલાઈટ વિસ્તારમાં બનાવાય રહ્યો છે. જાવેદ એક ઓટોરિક્ષામાં બેઠોલો દેખાય રહ્યો છે.

વીડિયોમાં જાવેદ લોકોને પોલીસ પાસે લઈ જવાની વિનંતીઓ કરી રહ્યો છે. વીડિયોમાં લોકોએ જાવેદને હત્યાનું કારણ પુછયું, તો તેણે કહ્યુ છે કે પીડિત પરિવાર સાથે તેના સારા સંબંધ હતા. જે પણ કર્યું તે તેના મોટા ભાઈએ કર્યું છે. તેને જાણકારી નથી કે આ કેમ કરાયું. તે ઘર પર ભીડ જોઈને ડરી ગયો અને દિલ્હી ભાગી ગયો. તેને ઘણાં લોકોએ ફોન પર જણાવ્યુ કે તેના ભાઈએ આવું કામ કર્યું છે, બદાયૂં પોલીસ પ્રમાણે, ગુરુવારે સવારે જાવેદે બરેલીના બારાદરી પોલીસ સ્ટેશનમાં સરન્ડર કર્યું છે. પોલીસ ટીમ તેને લઈને જઈ રહી છે.

બાબા કોલોનીના વતની વિનોદના 12 વર્ષના પુત્ર આયુષ અને 6 વર્,ના પુત્ર આહાનની પાડોશમાં સલૂન ચલાવનારા સાજિદે છરીથી ગળા પર પ્રહાર કરીને હત્યા કરી દીધી હતી. હત્યા બાદ લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. આક્રોશિત લોકોએ આગચંપી અને તોડફોડ પણ કરી હતી. વધતી બબાલ વચ્ચે પોલીસે ચાર કલાકની અંદર સાજિદને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો હતો. તે બાળકોના પિતા વિનોદ દ્વારા સાજિદ અને તેના નાના ભાઈ જાવેદ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

ત્યારથી સાજિદનો ભાઈ જાવેદ પણ ફરાર હતો. બુધવારે રાત્રે પોલીસે તેના પર 25 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. ગુરુવારે સવારે જાવેદનો વીડિયો સોશયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં તે પોલીસ સમક્ષ સરન્ડર કરવાની વિનંતી કરી રહ્યો છે. પોલીસ પ્રમાણે, આરોપી જાવેદ બરેલી પોલીસના તાબામાં છે. તેને લેવા માટે પોલીસ ટીમ રવાના થઈ છે. તો સાજિદના પિતા અને કાકાને પોલીસ પહેલા જ એરેસ્ટ કરી ચુકી છે.