જવાન ફિલ્મનું 10માં દિવસે 440 કરોડનું કલેક્શન, વર્લ્ડ વાઈડ કલેક્શન 735 કરોડ
મુંબઈ: શાહરૂખ ખાન અને નયનથારા સ્ટારર ફિલ્મ ‘જવાન’એ કમાણીના મામલામાં ‘KGF 2’ અને ‘Bahubali 2’ને પાછળ છોડી દીધી છે. સની દેઓલની ‘ગદર 2’ પણ ‘જવાન’ની સામે કાચબાની જેમ ફરવા મજબૂર થઈ ગઈ છે.
‘જવાન’ રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. ‘જવાન’ 400 કરોડની કમાણી ઝડપથી પાર કરનારી પહેલી ફિલ્મ છે. માત્ર 10 દિવસમાં આ ફિલ્મે ઘણી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. ફિલ્મ જે સ્પીડ સાથે કમાણી કરી રહી છે તે જોતા એમ કહેવું ખોટું નહીં હોય કે આ ફિલ્મ ટૂંક સમયમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની જશે.
એટલી દ્વારા નિર્દેશિત ‘જવાન’એ 10 દિવસમાં કરોડો રૂપિયાની કમાણી કરી છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોમાં ફિલ્મની કમાણીમાં થોડો ઘટાડો થયો હતો, પરંતુ ફિલ્મને વીકએન્ડમાં ફરી નફો થયો હતો. ‘જવાન’એ બીજા શનિવારે સારી કમાણી કરી છે.
સેકનિલ્કના પ્રારંભિક વેપાર અનુસાર, ‘જવાન’ એ 10મા દિવસે એટલે કે બીજા શનિવારે ઘરેલુ બોક્સ ઓફિસ પર 31.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જો કે, આ પ્રારંભિક આંકડો છે. સાચી સંખ્યા આનાથી વધુ કે ઓછી હોઈ શકે છે. શુક્રવારની કમાણીની વાત કરીએ તો, ફિલ્મે 9મા દિવસે એક જ દિવસે માત્ર 19.1 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. અત્યાર સુધીમાં કુલ કલેક્શન 440.48 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
શાહરૂખ ખાનનો ચાર્મ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ આ ફિલ્મ દુનિયાભરમાં જબરદસ્ત કમાણી કરી રહી છે. ફિલ્મે 9 દિવસમાં 735.02 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ આંકડા સાબિત કરે છે કે આખી દુનિયામાં શાહરૂખ ખાનનો ક્રેઝ કેટલો મોટો છે.