મુંબઈઃ જયા બચ્ચન એક વાર ફરીથી ચર્ચામાં આવી છે. અને તેનું કારણ છે તેની પૌત્રી નવ્યા નવેલીના પોડકાસ્ટ શો ‘વ્હોટ ધ હેલ નવ્યા’. આ સીઝનના નવા એપિસોડ પ્રોમો બહાર આવ્યા છે. જેમાં નવ્યા નવેલી નાની જયા બચ્ચન અને મોમ શ્વેતા સાથે મહિલાથી જોડાયેલા મુદ્દાઓ સાથે ટ્રોલિંગ પર વાત કરતા નઝર આવશે. નવ્યાએ નાનીને નેગેટિવ કોમેન્ટ્સને લઈને પ્રશ્નો પુછ્યા હતા કે કેવી રીતે લોકો કોઈના પણ સોશિયલ મિડીયા પોસ્ટ પર અનાપ-શનાપ લખી દે છે. અને વધારે વ્યૂવ અને કોમેન્ટ તેમના પર જ આવે છે. તેના પછી જયા બચ્ચને ટ્રોલ કરવા વાળાઓને ખરાબ રીતે ઠપકો આપતા કહ્યું કે હિંમત હોય તો તેમની સામે બતાવો.
WHAT THE HELL NAVYA 2 ના નવા એપિસોડના પ્રોમોમાં નવ્યા નવેલીએ નાનીથી સોશિયલ મીડિયા પોસ્ટ પર નેગેટિવ કોમેન્ટ વિશે પુછે છે તો તે બોલે છે કે રોઝિટીવ રીતે પણ કોમેન્ટ કરી શકાય છે.
• જયા બચ્ચન બોલ્યાઃ કોમેન્ટ કરવી હોય તો પોઝિટીવ કરાય
જયા બચ્ચનએ કહ્યું, ‘જો તમે કોમેન્ટ કરવા માગો છો તો પોઝિટીવ કોમેન્ટ કરો ને. પણ ના, બસ તમે તમારો ફેસલો સંભળાવી દીધો તમે’. આ સાંભળી નવ્યા નવેલી નંદા કહે છે કે જો તે લોકોને તમારી સામે બેસાડી દેવામાં આવે તો, તે બોલી નહીં શકે. ત્યારે જયા બોલી- હિંમત થશે બોલવાની? નવ્યા પમ હસે છે. અને પછી બોલે છે. તમારા સામે તો બિલકુલ નહીં થાય.