Site icon Revoi.in

સુરતમાં કોરોના બેકાબુ બનતા જયંતિ રવિ સુરત દોડી ગયા, અધિકારીઓ સાથે કરી બેઠક

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ ઝડપથી વધી રહ્યાં છે. ગુજરાતમાં કોરોના વાયરસનું એપી સેન્ટર અમદાવાદ અને સુરત હોય તેમ બંને શહેરોમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. દરમિયાન આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારી જ્યંતિ રવિ સુરત દોડી ગયા હતા. તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને કોરોના મહામારીને લઈને લંબાણ પૂર્વકની ચર્ચા કરી હતી. તેમજ સંક્રમણ ઝડપથી અટકાવવા માટે અધિકારીઓને તાકીદ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરમાં ત્યાર સુધી કોરોના વાયરસના લગભગ 60 હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં છે.1200થી વધારે દર્દીઓના અત્યાર સુધીમાં મોત થયાં હોવાનું જાણવા મળે છે. સુરતમાં મોટી સંખ્યામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવતા કોવિડ હોસ્પિટલો પણ ફુલ થઈ ગઈ છે. બીજી તરફ મનપા તંત્ર દ્વારા પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે સધન ટેસ્ટીંગ શરૂ કર્યું છે. તેમજ સંક્રમણ અટકાવવા માટે શહેરમાં કેટલાક પ્રતિબંધો પણ લાદવામાં આવ્યાં છે.

દરમિયાન આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિ સુરત દોડી ગયા હતા. તેમણે મેડિકલ કોલેજ ડિન અને સિવિલ સુપ્રિટેન્ડન્ટ, કલેક્ટર, ખાસ ફરજ પરના અધિકારી, પાલિકા કમિશનર સાથે બેઠક કરી હતી. જેમાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા અંગે ચર્ચા ચાલી રહી છે.