- કોંગ્રેસને વધુ એક ઝટકો
- જયવીર શેરગીલે રાજીનામું આપ્યું
- રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી આપ્યું રાજીનામું
દિલ્હી:કોંગ્રેસ પાર્ટીમાં રાજીનામાનો દોર ચાલી રહ્યો છે, હવે જયવીર શેરગીલે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાના રાજીનામા અંગે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે.તેમાં તેણે લખ્યું હતું કે, ‘મને કહેતા દુઃખ થાય છે કે નિર્ણય લેવો હવે જનતા અને દેશના હિતમાં નથી, પરંતુ તે એવા લોકોના સ્વાર્થથી પ્રભાવિત છે જેઓ બેફામ છે અને જમીની વાસ્તવિકતાની સતત અવગણના કરી રહ્યા છે.’
સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ, શેરગિલ તે દરમિયાન ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે તેમના પક્ષના કાર્યકરોને કાનૂની સહાય પૂરી પાડવા માટે 24×7 કાનૂની ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર શરૂ કર્યો હતો. જયવીર શેરગિલ પહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્માએ પણ રવિવારે પાર્ટીની સ્ટીયરિંગ કમિટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું.કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીમાં અવગણનાના કારણે તેઓ નારાજ હતા.
તેમણે આ મામલે સોનિયા ગાંધીને એક પત્ર પણ લખ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે,પાર્ટીમાં તેમની અવગણના કરવામાં આવી રહી છે. આ સિવાય તેમણે એમ પણ કહ્યું કે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાની બેઠકો અને નિર્ણયોમાં તેમને સામેલ કરવામાં આવી રહ્યા નથી.