Site icon Revoi.in

કોરોનાના કારણે JEE Main ની પરીક્ષા રદ : હવે 15 દિવસ પહેલાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરાશે

Social Share

અમદાવાદઃ દેશમાં વધતા જતા કોરોના સંકડામણને કારણે નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAએ JEE Main 2021 એપ્રિલ પરીક્ષા મોકૂફ કરી દીધી છે. પરીક્ષાના બે સેશન ફેબ્રુઆરી અને માર્ચમાં આયોજિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની સતત ઉઠેલી માંગના કારણે એનટીએ દ્વારા પરિક્ષાના દસ દિવસ પહેલાં પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પરીક્ષા 27 થી 30 એપ્રિલે યોજાવાની હતી. પરીક્ષાની નવી તારીખોની જાહેરાત પરીક્ષાના 15 દિવસ પહેલા કરવામાં આવશે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે ટ્વિટ કરીને આ બાબતે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એનટીએને પરીક્ષા સ્થગિત કરવાની ભલામણ કરવામાં આવી હતી. શિક્ષણ મંત્રીએ એ વાતની પણ સ્પષ્ટતા કરી હતી કે પરીક્ષાની નવી તારીખો પરીક્ષાના 15 દિવસ પહેલા જાહેર કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓએ એપ્રીલમાં પરીક્ષા માટે એપ્લાય કર્યું હતું તે નવી તારીખો  આધિકારિક વેબસાઇટ ઉપર ચેક કરી શકશે.