Site icon Revoi.in

હવાઈયાત્રા 15 ટકા સુધી મોંધી થવાના એંધાણ – ફરી જેટ ફ્યૂલના દરોમાં 16.3 ટકાનો વધારો

Social Share

દિલ્હીઃ- દેશભરમાં મોંધવારીનો માર જોવા મળી રહ્યો છે જ્યા એક તરફ પેટ્રોલ-ડીઝલની અછત વર્તાઈ રહી છે ત્યા હવે બીજી તરફ વિમાનમાં ઉપયોગ કરવામાં આવતા ઓઈલની કિમંતોમાં પમ વધારો ઝિંકવામાં આવ્યો છે જેને લઈને આગામી દિવસોમાં હવાઈ યાત્રા મોંધી થવાની શક્યતાઓ દર્શાઈ રહી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુરુવારે હવાઈ પ્રવાસીઓ માટે એક સમાચાર સામે આવ્યા છે.જે પ્રમાણે  જેટ ફ્યૂલ અથવા એર ટર્બાઇન ફ્યુઅની કિંમતમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. તેની કિંમતોમાં 16.3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે માર્ચ 2022 પછી આ સૌથી મોટો વધારો છે. આ સાથે જેટ ફ્યુઅલની કિંમત નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 6 મહિનામાં હવાઈ ઈંધણની કિંમતમાં 91 ટકા સુધીનો વધારો થયો છે. આ નવા ફેરફાર બાદ રાજધાની દિલ્હીમાં એટીએફની કિંમત 1.41 લાખ રૂપિયા પ્રતિ કિલોલીટરના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે

જાણો આ પહેલા ક્યારે વધ્યા હતા  જેટ ફ્યૂલના ભાવો

ઉલ્લેખનીય છે કે જૂને એરક્રાફ્ટ ઈંધણના ભાવમાં 1.3 ટકાનો નજીવો ઘટાડો કરવામાં આવ્યો હતો. પરંતુ, હવે ફરી તેની કિંમતમાં આગ લાગી છે અને એવી અપેક્ષા છે કે આગામી દિવસોમાં હવાઈ મુસાફરી વધુ મોંઘી થઈ શકે છે. ફ્યૂલની કિમંતોમાં વધારો થતાની સાથે જ હવે એર ટિકિટના દરો પણ વધશે.