- વિંછીયા પહેરવાનું કારણ
- વિંછીયા એટલે અંગૂઠાની વીંટી
- હિદૂ મહિલાઓમાં આ ખાસ જોવા મળે છે
- ભારતીય સ્ત્રીઓનું વિંછીયા પહેરવા પાછળનું કારણ
ભારતમાં સનાતન ધર્મ કહેવાતા એવા હિંદૂ ધર્મમાં અનેક પ્રકારની રહેણીકેણી જોવા મળશે, દરેક જગ્યાએ લોકોની રીત-ભાત-બોલી બધુ જ અલગ છે પણ છેલ્લે પોતાને કહે છે હિંદૂ.. તો આ સનાતન ધર્મમાં સ્ત્રીઓના પગના અંગૂઠામાં વિંટી જોવા મળે છે તેની પાછળું કારણ શું તમને ખબર છે.? તેને વિંછીયા પણ કહેવામાં આવે છે.
એ પાછળ એવું કારણ છે કે વિંછીયા પહેરવાથી મહિલાઓનું સ્વાસ્થ્ય સારું રહે છે. એવું માનવામાં આવે છે કે પગની બીજી આંગળીની નસો સીધી સ્ત્રીઓના હૃદય અને ગર્ભાશય સાથે જોડાયેલી હોય છે. આવી સ્થિતિમાં, જ્યારે આ આંગળી પર વિંછીયા વડે દબાણ આવે છે, ત્યારે નસો પણ દબાય છે, જેના કારણે નસોમાં લોહીનું પરિભ્રમણ સરળ રીતે થાય છે. આ વિંછીયા એક્યુપ્રેશરનું કામ કરે છે. આ રીતે મહિલાઓનું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને ગર્ભાશયમાં જતું લોહી પણ યોગ્ય રીતે વહે છે,
વિંછીયા ફક્ત ચાંદીની જ પહેરવામાં આવે છે. સ્ત્રીઓ સોનાના વિંછીયા પહેરતી નથી. તેની પાછળ પણ એક ખાસ કારણ છે. સોનાને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં મહિલાઓ કમરથી નીચે સોનાથી બનેલી કોઈપણ જ્વેલરી પહેરતી નથી કારણ કે તે દેવીનું અપમાન માનવામાં આવે છે. બીજું કારણ એ પણ છે કે ચાંદીને વીજળીનો સારો વાહક માનવામાં આવે છે. ચાંદી પૃથ્વીની ધ્રુવીય શક્તિઓને શોષી લે છે અને તેને આપણા શરીરમાં પહોંચાડે છે. આ રીતે આ ઉર્જા આપણા સમગ્ર શરીરમાં પ્રસારિત થાય છે.
ઉલ્લેખનીય છે કે કોઈ પણ પ્રકારના આભૂષણને પહેરવા માટે જાણકારની સલાહ અવશ્ય લેજો.