Site icon Revoi.in

વર્લ્ડ હેરિટેઝમાં હવે ઝાંસીના સુકુવા-ઢુકુઆ ડેમનો સમાવેશ – પ્રવાસનને મળશે પ્રોત્સાહન

Social Share

લખનૌઃ- ઉત્તરપર્દેશના ઝાંસી સ્થિતિ સુકુવા-ઢુકપવા ડેમને પર્યટન ક્ષેત્રે મોટી ઉપલબ્ધી મળી છે,ડેમને દેશના સૌથી જૂના અને શ્રેષ્ઠ એન્જિનિયરિંગ સિંચાઈ પ્રોજેક્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. વર્લ્ડ ક્લાસ સંસ્થા ઇન્ટરનેશનલ કમિશન ઓન ઇરિગેશન એન્ડ ડ્રેનેજ દ્વારા વર્લ્ડ હેરિટેજ ઇરિગેશન કેટેગરીમાં તેની પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વિતેલા વર્ષે તે જળાશયોની ઓળખ કરી હતી, જે 100 વર્ષ પછી પણ કાર્યરત છે.

સેન્ટ્રલ વોટર કમિશને ગયા વર્ષે ઓગસ્ટમાં આ ડેમના  નામની ભલામણ કરી હતી. બુધવારે સિંચાઈ વિભાગના વડા વિનોદ કુમાર નિરંજને તેની પસંદગી અંગે માહિતી આપી હતી. પ્રાચીન સિંચાઈ સ્થળ સાથે જોડાવાથી ઝાંસીમાં પ્રવાસનને પણ વેગ મળવાની અપેક્ષા છે.

આ ડેમ લગભગ 112 વર્ષ જૂનો છે, તેની સુંદરતા અને ઉત્કૃષ્ટ એન્જિનિયરિંગને કારણે હજુ પણ દેશના પસંદગીના જળાશયોમાંનો એક છે. ગયા વર્ષે, ઇન્ટરનેશનલ કમિશન ઓન ઇરિગેશન એન્ડ ડ્રેનેજ એ વિશ્વના સૌથી જૂના શ્રેષ્ઠ સિંચાઇ પ્રોજેક્ટ્સને ઓળખવા માટે કવાયત શરૂ કરી હતી. સેન્ટ્રલ વોટર કમિશન એ યુપીથી સુકુવા ઢુકુવાનનું નામ મોકલ્યું. બેતવા નદી પર સ્થિત આ ડેમ 1909માં બનાવવામાં આવ્યો હતો. તેની રચનામાં આજદિન સુધી કોઈ ફેરફાર થયો નથી. તેના આધારે તેને શ્રેષ્ઠ માળખું તરીકે પસંદ કરવામાં આવ્યું હતું.

આ ડેમ સૌથી જૂના જળાશયોની  યાદીમાં સમાવેશ થવાને કારણે તેની રચનામાં કોઈ ફેરફાર નહીં કરે અને ભવિષ્યમાં તેને સાચવવામાં આવશે. આ ડેમ ઝાંસીના બબીના બ્લોકમાં છે. એન્જિનિયરોનું કહેવું છે કે તેને સાચવ્યા બાદ અહીં પ્રવાસનને પણ વેગ મળશે. યાદીમાં સમાવિષ્ટ થયા બાદ અહીંનો પ્રવેશ માર્ગ પહોળો થશે. તેની કનેક્ટિવિટી સુધારવામાં આવશે. સુરક્ષા માટે અલગ ગાર્ડ તૈનાત કરવામાં આવશે. દેશ-વિદેશના પ્રવાસીઓની અવરજવર પણ વધશે.