ઝારખંડ- ઘનબાદ જીલ્લાની કોલસાની ખાણમાં ખનન દરમિયાન 13 કામદારોના મોત,હાલ પણ કેટલાક કામદારો દટાયા હોવાની શંકા
- ઝારખંડમાં કોલસાની ખીણ બની મોતની ખીણ
- 13 કામદારો કોલસા નીચે દટાતા મોત
- કેટલાક કામદારો હાલ પણ દટાયા હોવાની શંકા
રાંચી- આજરોજ મંગળવારની બપોરે ઝારખંડ રાજ્યના ઘનબાદ જીલ્લામાંથી એક મોટી દૂર્ઘટના સામે આવી છે,પ્રાપ્ત માહિતી પ્રમાણે . અહીં કોલસાની ખાણમાં ઉતરેલા શ્રમિક ચાલકો પડી જતાં કોલસામાં દટાયા હતા.
આ ઘટનાને લઈને કહેવામાં આવી રહ્યું છે કે આ ઓછામાં ઓછા 13 મજૂરોના ઘટના સ્થળે જ મોત થયા છે.તો બીજી તરફ હજુ પણ ઘણા લોકો દટાયા હોવાની માહિતી મળી રહી છે. ઘટનાને પગલે પોલીસ હાલ કઈ પણ કહેવાનું ટાળી રહી છે. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ખાણમાં ગેરકાયદેસર ખનન થઈ રહ્યું હતું. આ દરમિયાન કોલસાથી ભરેલો ચાલકર 20 ફૂટની ઊંચાઈએથી નીચે પડ્યો હતો. ઘણા મજૂરો તેની ચપેટમાં આવી ગયા, જેમાં 13 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. અનેક લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ખાણમાં રાહત કાર્ય હજુ પણ ચાલુ છે. ઘણા લોકો નીચે દટાયેલા છે.