Site icon Revoi.in

ઝારખંડ: ચતરામાં સુરક્ષા દળો દ્વારા 5 માઓવાદીઓ માર્યા ગયા

Social Share

રાંચી:ઝારખંડ પોલીસને સોમવારે મોટી સફળતા મળી છે. હકીકતમાં, પોલીસ સાથેની અથડામણમાં પાંચ માઓવાદીઓ માર્યા ગયા છે. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા નક્સલવાદીઓમાં બે ટોચના કમાન્ડર છે, જેમના પર 25 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ,આ એન્કાઉન્ટર ઝારખંડના ચતરામાં થયું હતું. ઝારખંડના ચતરામાં સુરક્ષા દળો દ્વારા 5 માઓવાદીઓ માર્યા ગયા હતા.માર્યા ગયેલા માઓવાદીઓ પાસેથી બે એકે-47 પણ મળી આવી છે. પોલીસ ઓપરેશન હજુ પણ ચાલુ છે. પોલીસે કહ્યું કે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ટોચના કમાન્ડર સિવાય અન્ય ત્રણ પર પાંચ-પાંચ લાખનું ઈનામ છે.

તપાસમાં સામે આવ્યું છે કે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા માઓવાદીઓમાં ગૌતમ પાસવાન અને ચાર્લીનો સમાવેશ થાય છે. બંને SAC ના સભ્યો છે. બંને પર 25-25 લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.

તે જ સમયે, એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા અન્ય ત્રણ માઓવાદીઓની ઓળખ નંદુ, અમર ગંઝુ અને સંજીવ ભુઈયા તરીકે થઈ છે. ત્રણેય સબ-ઝોનલ કમાન્ડર હતા અને ત્રણેય પર પાંચ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. માર્યા ગયેલા માઓવાદીઓ પાસેથી AK-47 ઉપરાંત ઈન્સાસ રાઈફલ પણ મળી આવી છે.

ઉલ્લેખનીય છે કે, સુરક્ષા દળો દ્વારા આંતકી અથવા નક્સલવાદીઓ સાથે અથડામણ થતું રહેતું હોય છે.ત્યારે આજે ફરી એકવાર  સુરક્ષા દળો અને  માઓવાદીઓ વચ્ચે અથડામણ થયું હતું. જેમાં પાંચ માઓવાદીને સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા.