રાંચીઃ- સમગ્રદેશભરમાં તપાસ એજન્સિઓ દ્રારા અનેક મુદ્દે તપાસ તેજ બનાવવામાં આવી રહી છેે આ સંદર્ભે અનેક નેતાઓ અને મોટી હસ્તીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છએ ત્યારે હવે ઈડીના લીસ્ટમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનનું નામ સામે આવ્યું છે.જમીન કૌભાંડ મામલે અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ધરપકડ કરાયેલા લોકોમાં મુખ્ય પ્રધાનના નજીકના સાથી પ્રેમ પ્રકાશ, રાંચીના ભૂતપૂર્વ ડેપ્યુટી કમિશનર છવી રંજન, કોલકાતા સ્થિત બિઝનેસમેન અમિત અગ્રવાલ, ન્યુક્લિયસ મોલના માલિક વિષ્ણુ અગ્રવાલ અને સીઓ ભાનુપ્રતાપનો સમાવેશ થાય છે. આ કેસમાં આરોપીઓની પૂછપરછ દરમિયાન કેટલાક રાજકારણીઓના નામ પણ સામે આવ્યા હતા.
પ્રાપ્ત વિગત પ્રમાણે ઝારખંડના સીએમ હેમંત સોરેનને ઈડી દ્રારા સમન્સ પાઠવવામાં આવ્યું છે.જમીન કૌભાંડ કેસમાં તેમના સામે આ કાર્યવાહી કરાઈ રહોવાનું કહેવાઈ રહ્યું છે. EDએ હેમંત સોરેનને 24 ઓગસ્ટે પૂછપરછ માટે બોલાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ઈડી એ મંત્રી સોરેનને 14 ઓગસ્ટે પૂછપરછ માટે બોલાવ્યા હતા. પરંતુ સોરેન કેટલાક તાકીદના કામને ટાંકીને ઈડી સમક્ષ હાજર થયો ન હતો. હવે 24 ઓગસ્ટે ઈડી એ તેઓને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે.