નવી દિલ્હીઃ મહારાષ્ટ્રની સાથે ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે આજે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. જોકે, ઝારખંડમાં ઉત્સાહભેર મતદાતાઓ બહાર આવીને મતદાન કરી રહ્યાં હોય તેમ ચાર કલાકમાં 32 ટકા જેટલુ મતદાન થયું છે. ઝારખંડ વિધાનસભાની 81 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. જે પૈકી પ્રથમ તબક્કામાં 13મી નવેમ્બરના રોજ મતદાન યોજાયું હતું. જ્યારે 38 બેઠકો ઉપર આજે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. ઝારખંડમાં ઈન્ડી ગઠબંધન અને ભાજપા વચ્ચે સીધી ટક્કર છે.
ચાર કલાક દરમિયાન બોકારો જિલ્લામાં 27.72 ટકા, દેવધરમાં 32.84 ટકા, ધનબાદમાં 28.02, દુમકામાં 33.05, ગિરીડીહ 31.56, ગોડ્ડામાં 33.39, હજારીબાગમાં 31.04 ટકા, જામતાડામાં 33.78 ટકા, પાકુડમાં 35.15 ટકા, રામગઢમાં 33.45 ટકા, રાંચીમાં 34.75 ટકા અને સાહેબગંજમાં 30.90 ટકા જેટલુ મતદાન થયું છે.
કેન્દ્રીય મંત્રી અને ઝારખંડ ચૂંટણીના પ્રભારી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ઝારખંડમાં વિધાનસભાની આ ચૂંટણી ઝારખંડ બચાવવાની ચૂંટણી બની ગઈ છે. ઝારખંડમાં રોટી-માટી અને બેટી સંકટમાં છે. નવયુવાનોને નોકરી બાબદે સરકારે અંગુઠા બતાવ્યાં છે. ઝારખંડમાં મા, બહેન અને બેટીની ઈજ્જત અને માન-સમ્માન સુરક્ષિત નથી. સંસાધનો ઉપર ઘુસણખોરોએ કબ્જો કર્યો છે. કાનૂન વ્યવસ્થાની સ્થિતિ ભયંકર છે. જેથી નારાજ જનતા ભાજપા અને એનડીએના ઉમેતવારો તરફી મતદાન કરી રહ્યાં છે.