Site icon Revoi.in

ઝારખંડઃ નક્સલવાદીઓએ બોમ્બ બ્લાસ્ટ કરીને રેલવે ટ્રેક ઉડાવ્યો, ટ્રેન વ્યવહાર ખોરવાયો

Social Share

દિલ્હીઃ પોલીસે કુખ્યાત નક્સલવાદી પ્રશાંત બોસ અને તેમની પત્ની શીલા મરાંડીની ધરપકડની ધરપકડ કરી હતી. જેથી નક્સલવાદીઓએ ભારત બંધના એલાનની જાહેરાત કરી હતી. એટલું જ નહીં પોલીસની કામગીરીથી નારાજ નક્સલીયોએ કર્યો વિરોધ ચક્રધરપુર રેલ મંડળના સોનુવા અને લોટાપહાડ રેલવે સ્ટેશનની વચ્ચેના રેલ પાટાઓને બોમ બ્લાસ્ટ કરી ઉડાવી દીધો હતો. જેથી રેલ વ્યવહારને પણ વ્યાપક અસર પડી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર નક્સલવાદીઓએ પ્રશાંત બોસ અને તેની પત્નીની ધરપકડના વિરોધમાં બંધના એલાનની જાહેરાત કરી હતી. દરમિયાન ઝારખંડમાં રેલવે ટ્રેક ઉટાવી દેવાની ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે.  ભાકપા માઓવાદી નક્સલી સંગઠનના નેતા પ્રશાંત બોસ અને તેમની પત્ની શીલા મરાંડીની ધરપકડના વિરોધમાં નક્સલીઓએ ચક્રધરપુર રેલ મંડળના સોનુવા અને લોટાપહાડ રેલવે સ્ટેશનની વચ્ચેના રેલ પાટાઓને બોમ બ્લાસ્ટ કરી ઉડાવી દીધા છે. જેનાથી હાવડા-મુંબઈ રેલ માર્ગ ઉપર રેલ વ્યવહારને સર પડી હતી. તેમજ અનેક ટ્રેન વિભિન્ન સ્ટેશનો પર અટકાવી દેવામાં આવી હતી. શુક્રવારે મોડી રાતે ટોરી- લાતેહારના રેલખંડ પાટા ઉડાવી દીધા હતા.

નક્સલવાદી નેતાની ધરપકડને પગલે નક્સવાદીઓ દ્વારા આપવામાં આવેલાના બંધને પગલે પોલીસ તંત્રને સાબદા રહેવા તાકીદ કરાઈ હતી. બીજી તરફ પોલીસ દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. નક્સલવાદીઓએ ટોરી રિચૂઘૂટા ડેમ સ્ટેશનનો રેલવે ટ્રેક ઉડાવી દેતા કારણે અનેક ટ્રેનોના રુટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, નક્સલવાદી નેતા પ્રશાંત બોસની ધરપકડ બાદ કરવામાં આવેલી પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયાં હતા. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું પણ કાવતરુ ઘડ્યાનું સામે આવતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી હતી.